તમિલનાડુનો અસલી હિરો: વિજય TVG પાર્ટી પ્રથમવાર ચૂંટણી લડી અને સત્તા હાંસલ કરી
- 234 બેઠકોમાંથી બહુમતી માટે 18 બેઠકો જોઈ, TVGના ખાતામાં 110 બેઠકો જીતી 8 બેઠકો માટે લડાઈ ચાલુ થશે
સિટી ન્યૂઝ@તમિલનાડુ : આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા બેઠકો પર મત ગણતરી ચાલુ છે. તાજા વલણો મુજબ, તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 2 વર્ષ જૂની એક્ટર વિજયની પાર્ટી TVK નંબર વન બની ગઈ છે. TVK 107 બેઠકો પર આગળ ચાલી રહી છે.વર્તમાન વલણો જો પરિણામમાં બદલાય તો TVK ને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 10 ધારાસભ્યોની જરૂર પડશે. અભિનેતા વિજયના પિતા ચંદ્રશેખરે કહ્યું છે કે વિજય કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. બીજી તરફ, કેરળમાં 10 વર્ષ પછી UDF સરકારની વાપસી થઈ રહી છે. કોંગ્રેસ 40 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે 24 બેઠકો પર જીત મેળવી ચૂકી છે.
તમિલનાડુમાં સત્તાધારી DMK ત્રીજા નંબરે ખસકી: 5 બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ુખ્યમંત્રી સ્ટાલિન તેમની કોલાથુર બેઠક પરથી પાછળ છે. TVKના ચીફ વિજયના ઘરે માતા-પિતા સહિત પરિવારના સભ્યોએ સીટી વગાડીને ઉજવણી કરી.કોયંબતૂરમાં પાર્ટીના કાર્યકર્તાઓએ TVK ના પ્રતીક લાલ-પીળા ગમછા લહેરાવીને ઉજવણી કરી.ચેન્નઈમાં TVK પાર્ટી ઓફિસની બહાર કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવીને જશ્ન મનાવતા જોવા મળ્યા. તમિલનાડુ ચૂંટણીમાં TVK એ જીતનું ખાતું ખોલી લીધું છે. તંજાવુર બેઠક પર આર વિજયસરવાનન જીતી ગયા છે. તેમણે 16955 મતોથી જીત નોંધાવી છે. વિજયની પાર્ટી TVK 106 બેઠકો પર આગળ, 55 બેઠકો પર બીજા નંબરે બપોરે 2.35 વાગ્યા સુધીના આંકડા મુજબ, અભિનેતા-રાજકારણી વિજયની TVK 106 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે 55 બેઠકો પર તે બીજા નંબરે છે.
એક્ટ્રેસ તૃષા કૃષ્ણન વિજયના ઘરેથી રવાના થઈ ગયા છે. તેઓ અંદાજે સવા કલાક સુધી વિજયના પરિવાર સાથે રહ્યા હતા. જોકે, વિજય હજુ પણ ક્યાંય જોવા મળ્યા નથી, તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમના કોઈ ફોટો કે વીડિયો અપડેટ થયા નથી.થલાપતિ વિજયના પિતા એસ. ચંદ્રશેખરે જણાવ્યું છે કે વિજય કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી કોંગ્રેસે ખોટી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.
અમે કોંગ્રેસ સાથે સત્તા વહેંચવા માટે તૈયાર છીએ.એસએ ચંદ્રશેખર તેમના પુત્ર વિજયની ચૂંટણી જીત માટે પ્રાર્થના કરવા તિરુત્તની મુરુગન મંદિરે ગયા. 70 થી વધુ ફિલ્મોના અનુભવી ફિલ્મ નિર્માતા, SAC એ વિજયની કારકિર્દી શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની રાજકીય યાત્રાના પ્રખર સમર્થક રહ્યા હતા.ચેન્નાઈની લોયોલા કોલેજમાં બનાવવામાં આવેલા કાઉન્ટિંગ સેન્ટર પર સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અનેક મહત્વની વિધાનસભા બેઠકોના મતોની ગણતરી કરવામાં આવશે. તમિલનાડુના ચેન્નાઈમાં DMK મુખ્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આજે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે.