Loading Please Wait !!!
શાહની ચાણક્ય `ચાલ'; બંગાળની `હવા' બદલાઈ


સિટી ન્યૂઝ@પશ્ચિમ બંગાળ : આજે 4 મે 2026નો દિવસ ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. સવારથી જ જ્યારે પાંચ રાજ્યોની મતગણતરી શરૂ થઈ, ત્યારે સૌની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી હતી. સવારના 8 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં જે રીતે આંકડાઓ બદલાયા, તેણે સ્પષ્ટ કરી દીધું છે કે બંગાળની જનતાએ આ વખતે પરિવર્તનનો મિજાજ બનાવી લીધો હતો.છેલ્લા 15 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતા મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના હાથમાંથી સત્તા સરકી રહી છે.પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે કોઈ પણ પક્ષને 148 બેઠકોના જાદુઈ આંકડાની જરૂર હોય છે. અત્યાર સુધીના વલણો મુજબ, ભારતીય જનતા પાર્ટી આ આંકડાને આરામથી પાર કરી ચૂકી છે. આ સફળતા ભાજપ માટે માત્ર એક ચૂંટણી જીત નથી, પરંતુ એક વૈચારિક વિજય છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા સ્થાપ્યા પછી પણ બંગાળ એક એવું રાજ્ય હતું જે ભાજપ માટે હંમેશા પડકારરૂપ રહ્યું હતું. ડાબેરીઓના 34 વર્ષના શાસન અને ત્યારબાદ મમતા દીદીના 15 વર્ષના શાસન પછી, બંગાળમાં પહેલીવાર ભગવો લહેરાવા જઈ રહ્યો છે.આ જીતના ખરા શિલ્પી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉભરી આવ્યા છે. ૨૦૧૬ અને ૨૦૨૧ની ચૂંટણીઓમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ત્યારે મમતા બેનર્જી સામે તેમને સફળતા મળી નહોતી. જોકે, આ વખતે અમિત શાહે બંગાળને જ પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હતું. પ્રચારના દરેક તબક્કે તેમની હાજરી અને સચોટ રણનીતિએ કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો.તમને યાદ હશે કે 24 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહે વિશ્વાસ સાથે ભવિષ્યવાણી કરી હતી કે ભાજપ આ વખતે 170 બેઠકો સુધી પહોંચશે. જે સમયે વિરોધ પક્ષો આ નિવેદનને હસી કાઢતા હતા.

શાહની ભવિષ્યવાણી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજના દિવસે ઐતહાસિક વળાંક આવ્યો છે. 4 મે, 2026 ના રોજ બપોરે જેમ ઘડિયાળના કાંટા 12.30 કલાક પર પહોંચ્યા, ત્યારે સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહનો એક જુનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર દોડતો થઈ ગયો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, અમિત શાહે બહુ જ આત્મવિશ્વાસ સાથે બંગાળની ભવિષ્યવાણી કરી હતી.  અમિત શાહે જે કહ્યું, તેવું જ બંગાળના રાજકારણમાં જોવા મળ્યું છે. બંગાળના રાજકીય દંગલમાં કમળ ખીલતા જ અમિતા શાહની ભવિષ્યવાણી ચર્ચામાં આવી ગઈ છે. જોકે, મતની ગણતરી હજી પૂરી નથી થઈ. હજી અડધાથી વધુ વોટની ગણતરી બાકી છે. ત્યારે ગેમે પલટાઈ પણ શકે છે. હકીકતમાં આ કિસ્સો, 22 એપ્રિલ, 2026 નો છે. જ્યારે અમિત શાહે પશ્ચિમ બંગાળના દમદમમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. તેઓએ મંચ પરથી જનસંબોધનમાં આજના દિવસની ભવિષ્યવાણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભાઈઓ-બહેનો, 4 મેના રોજ સવારે કાઉન્ટિંગ ચાલુ થશે. 8 વાગ્યે બેલેટ બોક્સ ખૂલવાની શરૂઆત થશે. 9 વાગ્યે પહેલો રાઉન્ડ, 10 વાગ્યે બીજો રાઉન્ડ, 1 વાગ્યે કાઉન્ટિંગ પૂરું અને દીદી ટાટા ગુડબાય. 

અમિત શાહનું વજન વધ્યું
પાંચ નેતાઓએ લખી ભાજપની જીતની કહાની

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં ભાજપને ભારે લીડ મળી છે. બંગાળમાં પ્રથમવાર સરકાર બનાવવાનું ભગવા પાર્ટીનું સપનું સાકાર થઈ રહ્યું છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર આવેલા ટ્રેન્ડ પ્રમાણે ભાજપે અત્યાર સુધી 144 સીટો પર લીડ મેળવી છે, જ્યારે ટીએમસી 76 સીટો પર આગળ જોવા મળી રહી છે. મમતા બેનર્જી સતત બાંગ્લા કાર્ડથી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યાં હતા અને 2021મા તેઓ સફળ પણ થઈ ગયા હતા.પરંતુ આ વખતે સ્થિતિ એવી પલટાઈ ગઈ કે મમતાનો ગઢ ધરાશાયી થઈ ગયો છે.આ વચ્ચે બંગાળમાં ભાજપની જીતમાં સાયલન્ટ હીરો બનેલા નેતાઓની ખુબ ચર્ચા થઈ રહી છે. શુભેંદુ અધિકારી અને દિલીપ ઘોષ જેવા બંગાળ ભાજપના ઘણા નેતાઓએ ખુબ મહેનત કરી, પરંતુ રાજ્યમાં પાંચ બીજા એવા નેતા રહ્યાં, જેમણે જીતની જમીન તૈયાર કરી. આ નેતાઓમાં મોટા ભાગના એવા છે, જેને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. તેમાં પ્રથમ નામ રાજ્યના પ્રભારી મંગલ પાન્ડેયનું છે, સાથે અનેક રાજ્યોમાં ભાજપની જીતની રણનીતિ બનાવનાર ભૂપેન્દ્ર યાદવનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ ચૂંટણીના પ્રભારી હતા. આ સિવાય સંગઠન મહામંત્રીના નાતે સુનીલ બંસલની તૈનાતી પણ બંગાળમાં હતી. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ત્યાં સમય પસાર કરી રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી મામલાના એક્સપર્ટ માનવામાં આવે છે. તેઓ અમિત શાહના વિશ્વાસુ છે અને સતત બંગાળમાં કેમ્પ કરી રહ્યાં હતા. તો સહ-પ્રભારી બિપ્લબ કુમાર દેવનું યોગદાન પણ મહત્વનું રહ્યું છે. તેઓ ઘણા સમયથી બંગાળમાં સક્રિય હતા.