Loading Please Wait !!!
70 વર્ષમાં પહેલીવાર દેશમાંથી ડાબેરી શાસનનો યુગ સમાપ્ત

  • ઈતિહાસ બદલાયો: તમિલનાડુ, કેરળ, પુંડુચેરીના એક ચક્રિય શાસન તૂટ્યું

સિટી ન્યૂઝ@કેરળ : આજે કેરળમાં માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતૃત્વના એલડીએફ મોરચાનો પરાજય નિશ્ચિત થતા જ આ એક રાજયમાં ડાબેરી શાસન હતું તેનો પણ અંત આવ્યો છે અને દેશ ડાબેરી મુક્ત થઈ ગયુ છે.દક્ષિણના ત્રણ રાજયો તામિલનાડુ, કેરળ અને પુંડુચેરીના મુખ્યમંત્રી હાર ભણી

હાલમાં યોજાયેલી ચુંટણીમાં અનેક અપસેટ સર્જાઈ રહ્યા છે જેમાં દક્ષિણના રાજયોમાં સતાપલ્ટાની સાથે મુખ્યમંત્રીઓ પણ સલામત નથી તે નિશ્ચિત થયું છે.તામિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીન તેમના ટીવીકેથી પાછળ છે.કેરળમાં કે.વિજયન તેમની પરંપરાગત બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારથી પાછળ દોડી રહ્યા છે.

જયારે પુંડુચેરીમાં મુખ્યમંત્રી એન.રંગાસ્વામી પણ પરાજય ભણી છે.
દેશના ઉતરપુર્વના સૌથી મોટા રાજય આસામમાં ભાજપ હેટ્રીક ભણી છે. 126 બેઠકોની ધારાસભા ચુંટણીમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી મેળવશે તેવા સંકેત છે. પક્ષ હાલ 98 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 26 બેઠકો પર સરસાઈ ધરાવે છે અને મુખ્યમંત્રી હિંમત બિશ્વા સરમા તેની જલુકબારી બેઠક પર આગળ છે. રાજયમાં 10 વર્ષથી ભાજપ સરકાર છે અને હવે ત્રીજી વખત તે ફરી સરકાર બનાવશે.