લગ્નમાં TV, ફ્રીજ નહીં રોકડા આપો છોકરાવાળાએ કહેતા લગ્ન ફોક...
સિટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ : ઉત્તર પ્રદેશના બાંદામાં એક લગ્ન થવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ કંઇક એવું થયું કે લગ્નની જાન જ ન આવી. હકીકતમાં લગ્ન પહેલા જ વરરાજા અને તેના પરિવારની માંગણીઓએ બધાને ચોંકાવી દીધા હતા. વરરાજાના પરિવારે કહ્યું કે, તેઓને દહેજમાં TV, કુલર, રેફ્રિજરેટર અથવા વોશિંગ મશીન નથી જોઈતું, અમને તેના બદલે રોકડા રૂપિયા જોઈએ છે. જ્યારે કન્યાના પરિવારે રોકડ રકમ આપવાનો ઇનકાર કર્યો , ત્યારે હંગામો થઇ ગયો , અને પરિણામ એ આવ્યું કે , લગ્નની જાન જ ન આવી અને તેના કારણે લગ્ન રદ કરવા પડ્યા હતા.આ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. કન્યાના પરિવારે પોલીસ અધિક્ષક (SP)ને ફરિયાદ કરી છે અને વરરાજાના પરિવાર સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમનો દાવો છે કે, કન્યા મહેંદી લગાવીને રાહ જોઈ રહી હતી, પરંતુ લગ્નની જાન ન આવી, જેના કારણે સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખરાબ થઇ ગઈ. SP પલાશ બંસલે પીડિતની સામે જ સ્ટેશન ઇન્ચાર્જને ફોન કર્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી.