કાન ફિલ્મ ફેસ્ટિવલ : હુમા કુરેશી અદિતિનો બોલ્ડ અવતાર
સિટી ન્યૂઝ@મુંબઇ
79મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિતારાઓ પોતાના લુક અને અંદાજથી વૈશ્વિક મંચ પર ધમાલ મચાવી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં પહોંચેલી બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી, હુમા કુરેશી અને ઉર્વશી રૌતેલા અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. કોઈ પોતાના પરંપરાગત લુકને બદલીને બોલ્ડ અંદાજ અપનાવવા માટે વાહવાઈ લૂંટી રહ્યું છે, તો કોઈ નકલ કરીને ટ્રોલર્સના નિશાના પર આવી ગયું છે.
અદિતિ એક વન શોલ્ડર નિયોન મેટાલિક ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. આ થાઈ-હાઈ સ્લિટ લોંગ ગાઉન ડ્રેસ 'ટોની વોર્ડ કોચુર'ના સ્પ્રિંગ/સમર 2025ના સંગ્રહમાંથી હતો. આ લુક સાથે તેણે હળવો મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા, જે જૂની હોલીવુડ શૈલીને આધુનિક સ્પર્શ આપતો હતો. બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીનો કાન ફેસ્ટિવલમાં અનોખો જાદુ જોવા મળી રહ્યો છે. તે પણ પહેલા બનારસી સાડી લુકમાં જોવા મળી પછી એકદમ આકર્ષક બ્લેક આઉટફિટમાં જોવા મળી છે.