એક્ટ્રેસનો ખુલાસો : 30 વાર કપડા ઉતરાવી નગ્ન કરી
=> એક્સપોઝ : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ ફરી ચર્ચામાં
=> હીરોથી લઈ ડિરેક્ટરે મારી સાથે રાત રંગીન કરવા ડિમાન્ડ કરી
=> ફિલ્મના શૂટિંગ પછી ડાયરેક્ટર અડધી રાતે દારૂ પી મારા રૂમમાં આવ્યો અને કહ્યું તારે કોમ્પ્રોમાઈઝ કરવું જ પડશે
=> હિરોઈન સંદીપા વિર્કે પંજાબ ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી
=> હિરોએ કહ્યું કે મારી હોટલમાં શિફ્ટ થઈ જા રાતે જલ્સા કરીશું
=> ડાયરેક્ટરની ડિમાન્ડ પૂરી કરવાનો ઈન્કાર કર્યો તો ફિલ્મમાંથી બહાર કરી દેવાની ધમકી આપી
સિટી ન્યૂઝ@મુંબઈ
એક્ટ્રેસ સંદીપા વિર્કે પંજાબી ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે ડાયરેક્ટર અને હીરોએ તેના કામ બદલાયેલા ફેવરની માંગ કરી. એક્ટ્રેસે પંજાબ ઈન્ડસ્ટ્રીનું ડાર્ક સિક્રેટ જણાવતા કહ્યું કે, હું મારે ૨૫ થી ૩૦ વાર કપડાં ઉતરાવાં પડ્યાં, હીરોથી લઈને ડિરેક્ટરે મારી સાથે રાત વિતાવવાની ડિમાન્ડ કરી. એક પોડકાસ્ટમાં એક્ટ્રેસે પોતાની પીડા શેર કરી.
સંદીપાએ કહ્યું, ફિલ્મના શૂટિંગ પછી ડાયરેક્ટર અડધી રાતે મારા રૂમમાં આવ્યો. તે પીધેલી હાલતમાં હતો. તે મારા બેડ પર બેસી ગયો. તેણે કહ્યું, હું આવ્યો છું તો તારે કોમ્પ્રોમાઈઝ કરવું જ પડશે.
હું ચોંકી ગઈ, મે તેને કહ્યું, તમે કેવી વાત કરી રહ્યાં છો. તેણે કહ્યું, તમને ખબર છે કે હું અહીં કેમ આવ્યો છું. તું કોઈ નાની છોકરી નથી. સંદીપાએ જ્યારે ડાયરેક્ટરની ડિમાન્ડ પૂરી કરવાથી ઇનકાર કર્યો તો તેણે ફિલ્મમાંથી બહાર કરી દેવાની ધમકી આપી. એક્ટ્રેસે કહ્યું કે શરતો પર કામ કરી શકે નહીં.
તે મૂવી માટે ૭ દિવસનું શૂટ કરી ચૂકી હતી. તેણે ડાયરેક્ટરને કહ્યું કે મને કાઢી નાખો. તેણે ફિલ્મના લીડ હીરો અને પ્રોડ્યૂસરને ડાયરેક્ટરની ફરિયાદ કરી હતી. પરંતુ બધાએ પોતાના હાથ ઊંચા કરી લીધા.
પ્રોડ્યૂસરે કોમ્પ્રોમાઈઝ કરવાની સલાહ આપી. સંદીપા સાથે ફરી આવો બનાવ બન્યો. ફિલ્મના શૂટિંગ વખતે હીરોએ તેને કોમ્પ્રોમાઈઝ કરવા ડિમાન્ડ કરી હતી. હીરોએ કહ્યું હતુ કે, મારી હોટલમાં શિફ્ટ થઈ જા. ફોટોશૂટ દરમિયાન પણ તેને ખરાબ વર્તન કર્યું હતુ.
તેણે કહ્યું જ્યાં સુધી વાત નહીં માને શૂટ નહીં કરું. સંદીપા અનુસાર લેડી પ્રોડ્યૂસર તેને કહેતી હતી કે, કમ્પ્રોમાઈઝ કરી લે. શું ફેર પડે છે. પંજાબ ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધુ થઈ રહ્યું છે. મ્યુઝિક વીડિયો માટે પણ તેની પાસે અશ્લીલ ડિમાન્ડ મૂકી હતી. આ તમામ ઘટનાઓ લઈને તેણે પંજાબી ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. તેણે કહ્યું, જ્યારે કોઈ ક્લીન ઈન્ટેશન સાથે પ્રોજેક્ટ લઈને આવશે. તો તે જરૂર કામ કરશે.