ગુજરાતી ફિલ્મી ઈન્ડસ્ટ્રીનો ગર્વ : લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેની કાન 2026માં એન્ટ્રી
સિટી ન્યૂઝ@મુંબઇ : દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન 12 થી 23 મે દરમિયાન ફ્રાન્સમાં યોજાઈ રહ્યો છે. દેશ-દુનિયાની ઘણી મોટી હસ્તીઓ કાનના ભવ્ય રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલની છાપ છોડવાનો પ્રયત્ન કરશે, જ્યારે અહીં ઘણી ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ રાખવામાં આવશે.
79માં ફેસ્ટિવલની શરૂઆત સાથે જાણો, આ વર્ષે ભારતથી કયા સેલેબ્સ રેડ કાર્પેટ પર પહોંચશે, કઈ ફિલ્મો અહીં બતાવવામાં આવશે, કાનમાં ભારતની શું સિદ્ધિઓ છે અને શું છે કાનનો ભવ્ય ઇતિહાસ- આ વર્ષે ભારતથી આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, મૌની રોય, અદિતિ રાવ હૈદરી અને એહસાસ ચન્ના કાનના રેડ કાર્પેટ પર પહોંચશે. એક્ટ્રેસ તારા સુતારિયા પણ કાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની છે.
100 કરોડથી વધારેની કમાણી કરીને ગુજરાતી સિનેમામાં ઇતિહાસ રચનારી ફિલ્મ 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' હવે કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગઈ છે. વાસ્તવમાં 'લાલો' ફિલ્મનું પ્રીમિયર 'કાન માર્કેટ સ્ક્રીનિંગ'માં કરવામાં આવશે. જેના માટે ફિલ્મની પ્રોડ્યુસર અને એક્ટ્રેસ માનસી પારેખ, પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ સાથે કાનમાં સામેલ થશે.
માર્કેટ પ્રીમિયર એ સત્તાવાર સ્પર્ધાથી અલગ હોય છે. તેનો મુખ્ય હેતુ વિશ્વભરના ડિસ્ટ્રીબ્યુટર્સ, સેલ્સ એજન્ટ્સ અને ખરીદદારોને ફિલ્મ બતાવવાનો હોય છે, જેથી તેને અલગ અલગ દેશોમાં રિલીઝ કરી શકાય.