Loading Please Wait !!!
મૌની રોયના લગ્ન જીવનમાં તિરાડ?

  • પતિને અનફોલો કરી બધું ડીલિટ કરી યાદો હટાવી

    સિટી ન્યૂઝ@મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પરથી પતિને અનફોલો કરીને છૂટાછેડાના સમાચારોને વેગ આપ્યો છે. આ કપલ લાંબા સમયથી એકબીજા સાથે જાહેરમાં જોવા મળ્યું નથી. આ દરમિયાન મૌની રોયની સોશિયલ મીડિયા ફોલોવિંગ અને ફોલોઅર્સ લિસ્ટ જોતા સામે આવ્યું કે તે પતિ સૂરજ નામ્બિયારને ફોલો નથી કરી રહી. ઉપરાંત, તેનો પતિ પણ તેને ફોલો કરતો નથી. જોકે, એ સ્પષ્ટ નથી કે આ સિલસિલો પહેલેથી ચાલી રહ્યો છે કે કપલે તાજેતરમાં એકબીજાને અનફોલો કર્યા છે. મૌનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તપાસતા સામે આવ્યું છે કે તેણે પતિ સાથે પોસ્ટ કરેલી તમામ તસવીરો હટાવી દીધી છે. વર્ષ 2024 સુધીમાં તેના એકાઉન્ટમાં પતિની કોઈ તસવીર જ નથી.