Loading Please Wait !!!
શાહરૂખની લકી ચાર્મ કાજોલ થઈ 52 વર્ષની

  • આજે કાજોલનો બર્થ-ડે

સિટી ન્યૂઝ@મુંબઈ

એક છોકરી... જેના તોફાનથી માતા એટલા પરેશાન થઈ જતાં કે ગુસ્સામાં કહી દેતાં હતાં, ‘હાય... કાશ, તને પણ એક દીકરી થાય, બિલકુલ તારા જેવી.’ પિતા તેનું ઓફિશિયલ નામ 'મર્સિડીઝ' રાખવા માંગતા હતા, પરંતુ માતાએ સાફ ના પાડી દીધી. તેની મિત્રતાનું પણ ઉદાહરણ આપવામાં આવે છે. ૧૫ વર્ષની ઉંમરે તેણે કરણ જોહરની એવી મજાક ઉડાવી કે તે પાર્ટી છોડીને જ નીકળી ગયો. તો વળી તેને પહેલી ફિલ્મ પણ એક બહેનપણીની મદદથી જ મળી. પરંતુ શૂટિંગના પહેલા જ દિવસે સેટ પર પડી ગઈ. તે પડવા-આખડવામાં પણ પાછળ નહોતી. જે ફિલ્મનો હિસ્સો બનતી, ત્યાં પડવાનું નક્કી જ હતું. બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ અને કરણનું માનવું હતું કે, આ જે પણ ફિલ્મના સેટ પર પડે છે, તે હિટ થઈ જાય છે. આવી જ રીતે એકવાર 'કુછ કુછ હોતા હૈ'ના શૂટિંગમાં આ સાઇકલ પરથી એવી પડી કે યાદશક્તિ જ જતી રહી. મિત્રોએ જૂના તોફાનનો બદલો લીધો અને એ સાબિત કરી દીધું કે, તે ફિલ્મની હિરોઈન નહીં પણ બેકગ્રાઉન્ડ ડાન્સર હતી.