ઝારખંડમાં વીજળી પડવાની 15નાં મોત
- ચાર દિવસમાં 25 લોકોનાં મોત
- હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ, ભૂસ્ખલનને કારણે 252 રસ્તાઓ બંધ
સિટી ન્યૂઝ@મુંબઈ
દેશના ઘણા રાજ્યોમાં સતત થઈ રહેલો વરસાદ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે ૮ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ ૯ મોત ગિરિડિહ, ૩ ડુમકા અને ૨ લાતેહાર જિલ્લામાં થયા છે.
યુપીના મિર્ઝાપુરમાં ૩ લોકોનાં જીવ ગયા. બે બાળકોનાં મોત ખાડામાં ડૂબી જવાથી થયા. એક ૨૬ વર્ષના યુવક પર વીજળી પડી. બીજી તરફ કેరળમાં ૧ ઓગસ્ટથી સતત વરસાદા અત્યાર સુધીમાં ૨૫ લોકોનો ભોગ લીધો છે, જ્યારે ૪ લોકો ગુમ છે. સતત વરસાદ અને પૂરના કારણે હજારો લોકોને ઘર છોડવા પડ્યા છે. ૧૮ હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. સૌથી વધુ પ્રભાવિત પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને અલપુક્ઝા જિલ્લો છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૩૦૦થી વધુ રસ્તાઓ બંધ છે.