Loading Please Wait !!!
હવે 21 ઓગસ્ટે જંતર-મંતર પર થશે અનામત હટાવો આંદોલન

  • વિદ્યાર્થી નેતા હર્ષ દુબે અને ઠાકુર શિવમસિંહને આંદોલનની મંજૂરી મળી

સિટી ન્યૂઝ@મુંબઈ

મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - અન્ડરગ્રેજ્યુએટ (NEET-UG)ત્રણ વાર આપી ચૂકેલા હર્ષ દુબેએ જંતર મંતર પર ક્વોટા-સિસ્ટમમાં સુધારાની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી માગી હતી અને મંજૂરી આપી દેવામાં આવી છે. અનામત હટાવો આંદોલન અને આર્થિક આધાર પર અનામત લાગુ કરવાની માગને માટે ૨૧ ઓગસ્ટે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના જંતર મંતર પર એક વિશાળ વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે, જેનું આયોજન વિદ્યાર્થી નેતાઓ હર્ષ દુબે અને ઠાકુર શિવમ સિંહની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તેમની માગણી અનામત-પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે અને ફક્ત આર્થિક આધાર પર અનામત લાગુ કરવામાં આવે એવી છે. એક પત્રમાં હર્ષ દુબેએ કહ્યું હતું કે અમારો વિરોધ અનામતનો નથી પરંતુ ખાસ ગરીબ અને

લાयक વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. અગાઉ તેઓ કવોટા-સિસ્ટમની ટીકા કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થી માઇનસ ૪૦ માર્ક મેળવે તેી પાસે સારવાર કરાવવા માટે કોણ જશે? પરમિશન મળ્યા બાદ વિડિયો-મેસેજમાં હર્ષ દુબેએ કહ્યું હતું કે 'આંદોલન માટે પરવાનગી મળી ગઈ છે. હવે ૨૧ ઓગસ્ટે આપણો મોટી સંખ્યામાં જંતર મંતર પર એકઠા થઈએ અને સરકાર સુધી આપણી વાત પહોંચાડીએ.'