Loading Please Wait !!!
વાહનોમાં વીમો નહીં તો પેટ્રોલ નહીં મળે

  • સુપ્રીમ કોર્ટે આપ્યુ મોટું સુચન
  • » ANPR કેમેરાથી થશે તપાસ

સિટી ન્યૂઝ@મુંબઈ

સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું કે રસ્તાઓ પર મોટી સંખ્યામાં વીમા વગરના વાહનો ચાલી રહ્યા છે, જેના કારણે અકસ્માત બાદ પીડિતોને વળતર મેળવવામાં મુશ્કેલી પડે છે.

કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ દેશમાં નોંધાયેલા કુલ ૩૦.૪ કરોડ વાહનોમાંથી લગભગ ૧૬.૫ કરોડ વાહનો પાસે માન્ય વીમો નથી. એટલે કે આશરે ૫૬ ટકા વાહનો વીમા વગર રસ્તા પર દોડી રહ્યા છે. તેમાં મોટા ભાગના વાહનો ટૂ-વ્હીલર હોવાનું સામે આવ્યું છે.

સરકારી આંકડા પ્રમાણે લગભગ ૨૨ ટકા માર્ગ અકસ્માતોમાં વીમા વગરના વાહનો સામેલ હોય છે. આવા કિસ્સાઓમાં અકસ્માત પીડિતો અને તેમના પરિવારજનોને વળતર મેળવવા માટે લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

સુપ્રીમ કોર્ટે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અને માર્ગ પરિવહન મંત્રાલયને સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચાર કરવા જણાવ્યું છે. આ યોજના હેઠળ વાહનના ઇંધણ પૂરવઠાને તેના વીમા સ્ટેટસ સાથે જોડવાની શક્યતા તપાસવામાં આવશે.

કોર્ટે જણાવ્યા અનુસાર, જો વાહનની વીમો માન્ય નહીં હોય તો પેટ્રોલ પંપ પર ઇંધણ આપવાનું રોકી શકાય છે. આ વ્યવસ્થા વાહન માલિકોને સમયસર વીમો કરાવવા માટે પ્રોત્સાહિત કરશે. સુપ્રીમ કોર્ટે હાઈવે અને મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરાનો ઉપયોગ કરવા પણ સૂચન કર્યું છે. આ કેમેરાને વાહન પોર્ટલ અને વીમા માહિતી બ્યુરોના ડેટા સાથે જોડીને વીમા વગરના વાહનોની ઓળખ કરી શકાય છે. ત્યારબાદ આવા વાહનોને આમનેમે ઇ-ચલાન ફટકારવાની વ્યવસ્થા પણ કરી શકાય છે.

મોટર વાહન અધિનિયમ મુજબ માન્ય થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવવું અથવા ચલાવવા દેવું ગુનો છે. પ્રથમ વખત નિયમ તોડવા બદલ ત્રણ મહિના સુધીની જેલ અથવા ૨ હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે, જ્યારે ફરી ગુનો કરવા પર ત્રણ મહિના સુધીની જેલ અથવા ૪ હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ ૨૦૧૭માં નવા વાહનો માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કર્યો હતો. જેમાં નવી કાર માટે ત્રણ વર્ષ અને ટૂ-વ્હીલર માટે પાંચ વર્ષનો વીમો જરૂરી હતો. હવે વીમા વગરના વાહનોની સંખ્યા વધતા કોર્ટે આ સમગ્માઝો વધારવાનો નિર્દેશ આપ્યો છે. નવા નિયમ મુજબ નવી કાર માટે ચાર વર્ષ અને નવા ટૂ-વ્હીલર માટે છ વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવાની જોગવાઈ કરવામાં આવી છે.