Loading Please Wait !!!
શહેરોમાં 12 મીટરથી ઊંચી બિલ્ડીંગો એપાર્ટમેન્ટ ગણાશે!

  • રાજ્ય સરકારે જીડીસીઆરમાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી
  • પ્લોટના કદ, બિલ્ટ-અપ એરિયા અને ઊંચાઈ અંગે સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવશે

સિટી ન્યૂઝ@ગાંધીનગર

રાજ્યભરમાં અત્યાર સુધી બંગલા ટાઈપ બાંધકામ માટે બિલ્ડીંગની ઊંચાઈની કોઈ જોગવાઈ હતી નહીં જેનો લાભબિલ્ડરો ખાટી જતા હતા. હવે જીડીસીઆરમાં સુધારો કરવામાં આવ્યો છે. ૧૨ મીટરની ઊંચાઈ સુધીના બિલ્ડીંગને બંગલા તરીકે માન્યતા મળતા ૧૨ મીટરથી વધુ ઊંચાઈ નો બાંધકામોને એ પાર્ટ મેન્ટ તરીકે ગણવામાં આવશે. જેમાં માર્જીન છોડવા સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે ૨૮ જુલાઈના રોજ સીજીડીસીઆર (કોગ્રેહેન્સિવ જ નરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)માં સુધારા માટે નોટિફિકેશન જારી કરીને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા છે. આ પ્રસ્તાવિત બાંધકામ જો ૧૨ મીટર સુધીની ઊંચાઈ અને મહત્તમ ત્રણ માળ સુધીનું હોય તો તેને બંગલો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. બંગલાના નામે પ્લાન પાસ કરાવી બાંધકામ કર્યા બાદ ફ્લેટ વેચવામાં આવતા.

  • એપાર્ટમેન્ટમાં નહીં ચાલે PG: સ્કુલના બાંધકામો પણ ફેરફાર થશે
  • સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં Paying Guest (PG) સુવિધાને લઈને રાજ્ય સરકાર મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે Comprehensive General Development Control Regulations (CGDCR)માં સુધારા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. નવા પ્રસ્તાવ મુજબ હવે નવા એપાર્ટમેન્ટ બ્લોક અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં PG ચલાવવાની મંજૂરી નહીં મળે.PG માટે અલગ અને સ્વતંત્ર બાંધકામ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે ૨૮ જુલાઈએ જાહેરમાં બહાર પાડી આ પ્રસ્તાવ પર લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવ્યા છે. આ અંગે ૩ ઓક્ટોબર સુધી રજૂઆત કરી શકાશે. પ્રસ્તાવિત નિયમો મુજબ PG આવાસને Dwelling-3 (DW3) કેટેગરીમાં સામેલ કરવામાં આવશે, જેથી PG સંચાલન માટે સ્પષ્ટ નિયમો અમલમાં આવી શકે. અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં PG અંગે નિયમોના અભાવે અનેક વિવાદો સામે આવ્યા હતા. વર્ષ ૨૦૨૫ દરમિયાન શહેરમાં ૪૦૧ PG યુબિટ ઓળખાયા હતા, જેમાંથી ૩૮૫ પાસે જરૂરી NOC ન હોવાથી નોટિસ અપાઈ હતી અને ૨૫થી વધુ PG સીલ કરવામાં આવ્યા હતા.

સરકાર પ્રી-સ્કૂલ માટે પણ અલગ નિયમો લાવી રહી છે. પ્રસ્તાવ મુજબ પ્રી-સ્કૂલને Education-1 કેટેગરીમાં સામેલ કરવામાં આવશે અને તેના માટે પ્લોટના કદ, બિલ્ટ-અપ એરિયા અને ઊંચાઈ અંગે સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવશે. સરકારનું માનવું છે કે નવા નિયમો અમલમાં આવ્યા બાદ PG અને પ્રી-સ્કૂલની મંજૂરી, બાંધકામ અને સંચાલન વધુ પારદર્શક અને નિયમબદ્ધ બનશે.