Loading Please Wait !!!
જયેશ રાદડિયા સલવાચ નહીં બીજાને સલવાદી દે !

  • રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ રમુજી અંદાજમાં કહ્યું...
  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) ના એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી સંબોધન કરતી વખતે ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ રમુજી અંદાજમાં મંચ પર હાજર જયેશ રાદડિયા પર ટિપ્પણી કરી હતી. તેમના આ વિધાનથી હોલમાં ઉપસ્થિત તમામ લોકોનાં હાસ્યનું મોંકું ફરી વળ્યું હતું.

ગોરધન ધામેલિયાએ કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા પર વાત કરતાં જયેશ રાદડિયા તરફ ઇશારો કરીને હસતાં હસતાં કહ્યું કે, 'વિઠ્ઠલભાઈના ટીકરા ક્યાંથી સલવાતા હશે?

એ તો કેટલાયને સલવાદી દે!' તેઓ ડેરીના કાર્યક્રમમાં હોલમાં યોજાનારા નિર્ણય અને તેના આયોજન અંગે જયેશ રાદડિયા સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા.પોતાના સંબોધનમાં આગળ બોલતા ચેરમેન ધામેલિયાએ રાજકોટ ડેરીની પ્રગતિ અને નાણાકીય સ્થિતિ વિશે પણ મહત્વની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સંસ્થામાં કરકસર અને યોગ્ય આયોજનને કારણે ડેરીએ મોટો નફો હાંસલ કર્યો છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને અન્ય નેતાઓની સહયોગથી ડેરીને મળેલી ગ્રાન્ટ અને રૂ. ૧૭૩ કરોડોની નોટિસ જેવા પ્રશ્નોના ઉદ્ઘેર અંગે પણ તેમણે વિગતો રજૂ કરી હતી.અંતમાં, તેમણે આગામી સમયમાં રાજકોટ ડેરી દ્વારા આઈસ્કીમ પ્લાન્ટ શરૂ કરવાની યોજના વિશે વાત કરી હતી અને તે માટે સરકારી સહાય તથા સબસીડી મેળવવા વિનંતી કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, જેવા કે પુરુષોત્તમ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, ભાનુબેન અને અન્ય નેતાઓનો આભાર કરીને તેમણે પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું હતું.