દેશનું અનોખું 'તાળાવાળું મહાદેવ મંદિર'!
- યુપીના પ્રયાચાગ્રાજમાં : ભક્તોની બાધા રાખવા તાળા મારે છે
- જૂના તાળાને ફેંકી દેવાને બદલે મંદિર પરિસરમાં જ એક અલગ રૂમમાં રાખવામાં આવે છે
- માનપા પૂરી થાય એવી આશા સાથે ચઢે છે તાળા
- દરેક તાળાની પાછળ છુપાવેલી છે એક વ્યક્તિની પોતાની આશા અને આસ્થાની કહાની
સિટી ન્યૂઝ @ પ્રયાચાગ્રાજ
સ્થાનિક લોકો અને અહીં આવતા અનેક શિવભક્તો આ મંદિરને પ્રેમથી 'તાળાવાળા મહાદેવ મંદિર' તરીકે ઓળખે છે. નામ પાછળની પરંપરા પણ એટલી જ અનોખી છે. અહીં ભગવાન શિવના દર્શન માટે આવતા ભક્તો પોતાની કોઈ ખાસ મનોકામના સાથે મંદિર પરિસરની જાણી, દીવાલ અથવા અન્ય યોગ્ય સ્થળે એક તાજું લગાવે છે. ભક્તોની માન્યતા છે કે આ તાજું તેમની પ્રાર્થના અને મનોકામનાનું પ્રતીક છે અને મહાદેવ તેમની વિનંતી સાંભળે છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે ભક્ત ફરીથી મંદિર પહોંચે છે, પોતાનું તાજું શોધીને તેને ચાવીથી ખોલે છે અને ત્યારબાદ ભગવાન શિવની પૂજા, જલાભિષેક તથા અન્ય ધાર્મિક વિધિ કરે છે. આ પરંપરા ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે અને તેના કારણે મંદિર સામાન્ય શિવાલયોથી અલગ અનુભવ કરાવે છે.
નાથેશ્વરનાથ મહાદેવ મંદિરની સૌથી આકર્ષક બાબત અહીં જોવા મળતાં અસંખ્ય તાળાં છે. મંદિરની દીવાલો, લોખંડની જાલીઓ અને આસપાસના વિવિધ ભાગોમાં ભક્તોએ લગાવેલા તાળાં નજરે પડે છે. દરેક તાળાની પાછળ કોઈ વ્યક્તિની પોતાની પ્રાર્થના, આશા અથવા જીવન સાથે જોડાયેલી કોઈ મનોકામના હોવાની માન્યતા છે. કોઈ ભક્ત પરિવારની સુખ-શાંતિ માટે મન્નત માંગે છે, કોઈ પોતાના કામમાં સફળતા માટે તો કોઈ જીવનની કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે તાજું લગાવે છે.
જોકે આ તમામ બાબતો ભક્તોની વ્યક્તિગત આસ્થા અને માન્યતાઓ સાથે જોડાયેલી છે. એટલી મોટી સંખ્યામાં તાળાં એકસાથે જોવા મળતાં મંદિરનું દશ્ય પણ અનોખું બની જાય છે. કેટલાક ભક્તો તાજું લગાવતી વખતે તેના પર પોતાનું નામ, સરનામું અથવા કોઈ ઓળખચિह्न લગાવે છે, જેથી મનોકામના પૂર્ણ થયા બાદ મંદિર પરત ફરતી વખતે પોતાના તાળાને ઓળખવામાં સરળતા રહે. આ રીતે સામાન્ય રીતે બંધ રાખવા માટે વપરાતું તાજું અહીં ભક્ત માટે પ્રાર્થના, વિશ્વાસ અને પાછા ફરવાના સંકલ્પનું પ્રતીક બની જાય છે.
આ મંદિર સાથે જોડાયેલી પરંપરામાં તાજું લગાવવું જેટલું મહત્વનું માનવામાં આવે છે, એટલું જ મહત્વ મનોકામના પૂર્ણ થયા પછી તેને ખોલવાનું છે. શ્રદ્ધાળુઓની માન્યતા મુજબ, જ્યારે તેમની પ્રાર્થના પૂર્ણ થાય છે ત્યારે તેઓ ફરી નાથેશ્વરનાથ મહાદેવના દર્શન કરવા આવે છે અને અગાઉ લગાવેલું તાજું શોધે છે.