Loading Please Wait !!!
ગ્રામસભામાં સર્વાનુમતે નિર્ણય રૂપિયા 5 અને 10ના વેફર્સ અને કૂરફુરેના વેચાણ પર પ્રતિબંધ

અનોખી પહેલ : બાળકોના તંદુરસ્ત આરોગ્ય માટે ડાવોલ ગામનો ઐતિયાસિક નિર્ણય

મહેસાણાના ડાવોલ ગામમાં 16 ઓગસ્ટથી અમલ શરૂ કરી દેવાયો

સિટી ન્યૂઝ @ મહેસાણા

ઝેરાલુ તાલુકાના ૨૨૦૦ની વસ્તી ધરાવતા ડાવોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક સરાહનીય અને અનોખી પહેલ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામની તમામ દુકાનો પર રૂ.૫ અને ૧૦ની કિંમતના જંક ફૂડ, ચિપ્સ, કુરકુરે અને નમકીન જેવા નાના પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ ૧૬ ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ૧૧ ઓગસ્ટના રોજ સરપંચ મંજુલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વ સમાજના લોકો અને ગામના તમામ ૭ દુકાનદારો એક તાંતણે બંધાયા હતા. દુકાનદારોને ૧૧ ઓગસ્ટ સુધીમાં જૂનો જથ્થો ખાલી કરી ૧૬ ઓગસ્ટથી આવા પડીકા ન વેચવા સૂચના અપાઈ હતી, સરપંચ દ્વારા જાહેર નોટિસમાં લખાણું છે કે, કોઈ દુકાનદાર પ્રતિબંધિત પડીકાનું વેચાણ કરતો પડાકાશે તો પ્રથમ વખત ૩.૧ હજારનો દંડ ફટકારવામાં આવશે. મંજુલાબેન પરમાર (સરપંચ)એ જણાવ્યું હતું કે, "ગુણવત્તા વગરના નમકીન અને ચિપ્સ જેવા નાસ્તાથી બાળકોમાં સ્થૂળતા, દાંતમાં સડો અને પોષણની ઉનાપ જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખી તેઓ સારા ખોરાક તરફ વળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
પ્રાથમિક શાળાના આચાર્ય જેસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "શાળામાં વર્ષ ૨૦૨૧થી જ પ્લાસ્ટિક પેકિંગ પર પ્રતિબંધ છે. શાળાના કાર્યક્રમોમાં ચા-નાસ્તા માટે ૩૦૦ જેટલી સ્ટીલનીડીશ-વાટકી વસાવી છે અને પ્લાસ્ટિકના ગ્લાસોનો ઉપયોગ થતો નથી. આ પહેલમાં અમદાવાદના ઉદ્યોગપતિ લાલજીભાઈ ચૌધરીની પ્રેરણા પણ મહત્વપૂર્ણ રહી છે. વેપારી વિરસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "બાળકોના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે દુકાનમાં આવા ફૂડ પડીકા નહીં લાવવા સંમત છીએ. ગામના નિર્ણયમાં અમે પણ સહભાગી છીએ અને આવા પડીકાનું વેચાણ બંધ કર્યું છે. સ્ટોરમાં અન્ય ઘની સારી ચીજવસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ હોય છે.

  • કેન્ટીનનું રજીસ્ટ્રેશન અને નાસ્તાને લઈને કડક SOP બનાવવા શિક્ષણ મંત્રીને પત્ર
  • સ્કૂલોના 100 મીટરમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધની માંગ
  • આ નિયમ મહારાષ્ટ્રમાં લાગુ થશે હવે ગુજરાતનો વારો
નાની વયના બાળકોમાં વધતા જતાં ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાને રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડલે શિક્ષણમંત્રીને પત્ર લખી શાળા પરિસરમાં જંકફૂડના વેચાણ પર કડક નિયંત્રણો મૂકવાની માંગ કરી છે. મહામંડલે શાળાની કેન્ટીની માટે કડક SOP બનાવવા તેમજ શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જંકફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પણ શાળાઓની ૫૦ મીટરની ત્રિજ્યામાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ પટેલે જણાવ્યું છે, શાળાઓમાં ચાલતી કેન્ટીનોનું રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.
 
આ ઉપરાંત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા કેન્ટીનમાં પીરસવામાં આવતી વાનગીઓની સમયાંતરે ચકાસણી થવી જોઈએ. જો કોઈ સંસ્થા સરકારની SOPનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.બાળક કેજ્યુથી ધોરણ ૧૨ સુધીનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે, તેથી તેને નાનપણથી જ પૌષ્ટિક આહારની ટેવ પાડવી જરૂરી છે. પૂર્વકાળની જેમ સિંગ અને ચણા જેવા પૌષ્ટિક ખોરાકોનો ઉપયોગ વધારવા પર અધ્યક્ષે ભાર મૂક્યો હતો.