Loading Please Wait !!!
અમદાવાદ: યુવકે વીડિયો કોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો

સિટી ન્યૂઝ @અમદાવાદ

ઘુમા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થીનીએ આરોપ છે કે બોયફ્રેન્ડે Instagramનું ID-પાસવર્ડ મેળવી તેનો ગેરઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વીડિયો કોલમાં યુવતીને કપડાં ઉતારવા મજબૂર કરી વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા કર્તવ્ય મહિચારે યુવતીને પોતાનું Instagram યોગ્ય રીતે ચાલતું ન હોવાનું કહી તેને ID-પાસવર્ડ માંગ્યો હતો. યુવતીએ વિશ્વાસ રાખીને પાસવર્ડ આપ્યા બાદ આરોપીએ તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આરોપીએ ન્યૂડ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત યુવતીને તેના પગ પર કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દર મહિને રૂ. ૧૦ હજારની માગણી કરવામાં આવી હતી. ગભરાયેલી યુવતીએ આરોપીને રૂ. ૪ હજાર ટ્રાન્સફર કર્યા હતા. એટલું જ નહીં, આરોપીએ યુવતીના Instagram એકાઉન્ટનો ઉપયોગ કરીને તેનો ચહેરો બ્લર કરેલા ફોટા સાથે બિભત્સ લખાણ પોસ્ટ કર્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. અન્ય Instagram સ્ટોરી મારફતે યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ છે.

આરોના ત્રાસથી કંટાળેલી યુવતીએ તેના મિત્રોએ સમજાવ્યા બાદ તેણે આરોપીને બ્લોક કર્યો હતો. યુવતીના માતા-પિતાએ પણ આરોપીના પરિવાર સાથે વાત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કર્તવ્ય મહિચાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.