ધોરણ 11 માં ભણતા સગીર, સગીરા ઘરેથી ભાગી ગયા; શરીર સંબંધ બાંધ્યો
સુરતની ચોંકાવનારી ઘટના : પોલીસે બંનેને વિલ્સન હિલ્સથી શોધી કાઢ્યા
- સિટી ન્યૂઝ @ સુરત
શહેરમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરા ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા સગીર સાથે ઘરેથી નીકળી જતા પરિવાર દ્વારા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે અશ્વિનીકુમાર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી બંનેને વલસાડના વિલ્સન હિલ્સથી શોધી કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ, ૫ ઓગસ્ટના રોજ સગીરા પિતા પાસેથી રૂ. ૨૦ લઈને નાના ભાઈ સાથે સ્કૂલે જવા નીકળી હતી, ભાઈ સ્કૂલે પહોંચી ગયો હતો, પરંતુ સગીરા ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ પત્તો ન લાગતાં પિતાએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીરાને ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા ધોરણ ૧૧ના સગીર સાથે પ્રેમસંબંધ હતો. બંને પોતાના ઘરે સ્કૂલે જવાનું કહીને નીકળ્યા બાદ સુરતથી વલસાડના ધરમપુર સ્થિત વિલ્સન હિલ્સ પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, બંને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અશ્વિનીકુમાર પોલીસની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બંનેને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ સગીર સામે BNS અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં