Loading Please Wait !!!
જથાના જયંત પંડ્યાની 'ફાટી ને ફે' ?

=> ધીરેન્દ્ર શાસ્ત્રીની ચેલેન્જ: વિરોધીઓને આમંત્રણ

પુરષોત્તમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન સાથે દરબારમાં જવા તૈયાર

શું ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં પરષોત્તમ પીપળીયાની ચિઠ્ઠી ખુલશે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ સ્વીકારી રાજકોટના દિવ્ય દરબારમાં આવવા આમંત્રણ આપતા સામાજિક આગેવાન પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું છે કે ત્યાં જવા તૈયાર છું પણ પોલીસ પ્રોટેક્શન સાથે જ...તો આ અંગે જયંત પંડ્યાને પૂછતા તેમણે કહ્યું કે ત્યાં જવામાં અમારી કોઈ સુરક્ષા નથી. અમારી જાનનું જોખમ છે, એમને ચેલેન્જનો સ્વીકાર કરવો જ હોય તો અમારી કોઈ જગ્યા એ આવે ત્યાં બેસી અમે તેમની સાથે ચર્ચા અને કેટલાક અમારા સવાલો છે તેમનો જવાબ આપે. આગામી ૫, ૬ અને ૭ જૂનના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન સેતુ હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિરોધ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યો છે જેની સામે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ સ્વીકારવા તૈયારી દાખવતા સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયાએ સુરક્ષાની માંગણી કરી સુરક્ષા સાથે દરબારમાં જવા તૈયારી દાખવી છે અને જો સુરક્ષા ન આપે તો માત્ર મારા સવાલોનો જવાબ આપી દે કે દોઢ બે દાયકાથી ગુમ રાજકોટનો મોહીત ક્યાં છે એ મળી જાય તો પણ હું તેમનો વિરોધ નહિ કરું.


જયંત પંડ્યાએ કહ્યું દિવ્યા દરબારમાં મારી જાનનું જોખમ

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વાત કરતા જણાવ્યું હતું કે, કથા સામે વિરોધ નથી, પરંતુ દરબારમાં થતી ચિઠ્ઠી ચબરખી મારફત થતી અંધશ્રદ્ધા સામે વિરોધ છે. દરબારમાં આવવા અમને આમંત્રણ આપ્યું છે એ મીડિયા માધ્યમથી અમને જાણવા મળ્યું છે, પરંતુ ત્યાં જવામાં અમારી કોઈ સુરક્ષા નથી. ત્યાં અમારી જાનનું જોખમ છે, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં તેમના જ સમર્થકો હોય જે અમને નુકસાન પહોંચાડી શકે છે. એમને ચેલેન્જનો સ્વીકાર કરવો જ હોય તો અમારી કોઈ જગ્યા એ આવે ત્યાં બેસી અમે તેમની સાથે ચર્ચા અને કેટલાક અમારા સવાલો છે તેમનો જવાબ આપે. અમે તંત્ર પાસે પણ તેમના વિરોધમાં ધરણા અને રેલી કરવા મંજૂરીની માંગણી કરી છે મંજૂરી મળ્યે અમે ચોક્કસ વિરોધ પણ યથાવત રાખીશું.