Loading Please Wait !!!
રાજકોટમાં રિયલ એસ્ટેટમાં મંદીનો માર; મિલકત વંચાણમાં 115%નો ઘટાદો

=> સરકારને દસ્તાવેજ નોંધણીમાં 87.26 કરોડની આવક થઈ
=> રિયલ એસ્ટેટ ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા સરકારને 10 મુદ્દા પર રજૂઆત કરાશે
=> મોટામાં 784, મવડીમાં 1442, કોઠારિયામાં 894, રૈયા વિસ્તારમાં 1032
=> મોરબી રોડ નંબર-1 આ વિસ્તારમાં 1720 મિલકતનું વંચાણ થયું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર અને જિલ્લામાં ગત મે ૨૦૨૬માં ૧૩,૬૩૫ મિલકતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોના રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયા છે.આ દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડ્યુટી થકી રાજ્ય સરકારને રૂ.૮૭.૨૬ કરોડની આવક થઈ છે.જોકે ગત માસની તુલનામાં મિલકતના વેચાણમાં ૧૧૫ ટકાનો ઘટાદો થયો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ માસમાં ૧૪,૦૫૦ મિલકતોનું વેચાણ થયુ હતુ.એપ્રિલ માસમાં મિલકતોના દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડ્યુટીની સરકારને રૂ.૮૫.૮૩ કરોડની આવક થવા પામી હતી. આમ ગત એપ્રિલ માસની સરખામણીમાં દસ્તાવેજ નોંધણીની આવકમાં ૧.૪૩ કરોડનો ઘટાદો ગત માસે થયો છે.

રાજકોટનો મોરબી રોડ વિસ્તાર મિલકતોના ખરીદ વેચાણમાં ફરી એક વખત એવરગ્રીન રહ્યો છે.મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ ૧,૭૨૦ મિલકતોનું વેચાણ થયું છે. જ્યારે મવા વિસ્તારમાં ૭૮૪, મવડી વિસ્તારમાં ૧૪૪૨, કોઠારિયામાં ૮૯૪, રાજકોટ રૂRuralમાં ૮૮૨, રતનપર વિસ્તારમાં ૧૧૮૦, રાજકોટ-૧માં ૮૨૭, રૈયા વિસ્તારમાં ૧૦૩૨ મિલકતોનું વેચાણ થયું છે.

જ્યારે જિલ્લામાં લોધિકા તાલુકામાં ૮૫૨, કોટડાસાંગાણી તાલુકામાં ૪૬૬, જસદણ તાલુકામાં ૫૦૦, જેતપુર તાલુકામાં ૭૪૫, ઉપલેટા તાલુકામાં ૫૧૦, ધોરાજીમાં ૩૩૭, ગોંડલમાં ૧૨૪૮, પડધરી તાલુકામાં ૨૮૧, જામકંડોરણા તાલુકામાં ૧૨૭ અને વીંછીયા તાલુકામાં ૧૦૬ મિલકતો મળી જિલ્લામાં ૧૩,૬૩૫ મિલકતોનું વેચાણ થયું છે.

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ગુજરાત અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન આયોજિત મીટિંગમાં પ્રમુખ સુરેશભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ દ્વારા રિયલ એસ્ટેટ ઉદ્યોગને મંદી અને મોંઘવારીમાંથી ઉગારવા માટે મુખ્ય ૧૦ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરાશે. બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે વર્તમાન રાજ્ય અને આંતરરાષ્ટ્રીય યુદ્ધ-તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મટીરીયલ (સિમેન્ટ, સ્ટીલ વગેરે) અને લેબરના ભાવ સતત વધી રહ્યા છે. સરકારી ટેક્સનો મોટો બોજ હાલમાં પ્રોપર્ટી ખરીદનાર પાસેથી મળતી રકમના અંદાજિત ૩૫થી ૪૦ ટકા હિસ્સો વિવિધ સરકારી ટેક્સ, જીએસટી અને ઓથોરિટીની ફીમાં જતો રહે છે અત્યારે ડેવલપર્સ પડતર કિંમત કરતાં પણ નીચા ભાવે પ્રોપર્ટી વેચે છે. સરકાર તરફથી રાહત નહીં મળે તો મકાનો અને પ્રોપર્ટીના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જશે.

હાલમાં દસ્તાવેજ ઉપર લાગતી સ્ટેમ્પ ડ્યુટી (સરચાર્જ સહિત) ૩ ટકા કરવાની અને દસ્તાવેજ નોંધણી ફી ૧ ટકા કરીને તેમાં મહત્તમ રૂ.૧૦,૦૦૦ની મર્યાદા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. લેબર મજૂરી કામ પર લાગતો ૧૮ ટકા જીએસટી ઘટાડીને ૫ ટકા કરવાની તેમજ પ્રોપર્ટી ખરીદનાર દ્વારા ચૂકવાતો ૫ ટકા જીએસટી ઘટાડીને માત્ર ૧ ટકા કરવાની જોગવાઈ કરવા વિનંતી કરાશે.