Loading Please Wait !!!
12 કલાક જેલની બહાર કામ સાંજે પાછા જેલમાં

ઝારખંડ સરકારે નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી કરી
કેદીઓને આત્મનિર્ભર બનાવવા ઝારખંડ સરકારનો અનોખો પ્રયોગ

જે કેદીઓનો ટ્રેક રેકોર્ડ સારો હશે તેમને જ સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે

સિટી ન્યૂઝ@રાંચી

ઝારખંડ સરકાર અને જેલ વહીવટીતંત્રે રાજ્યમાં જેલ સુધારણા અંતર્ગત એક નવી વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ કેદીઓને રોજગારી સાથે જોડવામાં આવશે. કેદીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના પરિવારને આર્થિક સહાય આપવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે.

આ વ્યવસ્થા હેઠળ સારા આચરણવાળા કેટલાક પસંદગીના કેદીઓને સવારે ૬ કૅ ૭ વાગ્યાથી સાંજ સુધી બહાર જઈને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ શરત માત્ર એ છે કે, તેમણે ૧૨ કલાકની અંદર એટલે કે સાંજ સુધીમાં જેલમાં પરત કરવું પડશે. ખાસ વાત એ છે, આનો લાભ તમામ કેદીઓને નહીં મળે. માત્ર એ જ કેદીઓને તેનો લાભ મળશે જેમનું

આચરણ સારું હશે. આ માટે એક એસોપી (SOP) તૈયાર કરવામાં આવશે અને જે કેદીઓનો ટ્રેક રેકોર્ડ સારો હશે તેમને બહાર જઈને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કેદી નિયમોનું ઉલ્લંઘન કરતો ઝડપાશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર વ્યવસ્થાને લઈને SOP તૈયાર કરવામાં આવી રહી છે. SOP પછી જ કંઈક સ્પષ્ટ થઈ શકે છે.

ઝારખંડ જેલ એન્ડ સુધારાત્મક સેવા અધિનિયમ, ૨૦૨૫માં ઓપન કર્લેશનલ ઇન્સ્ટીટ્યુશન એટલે કે OCI સ્થાપિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ જેલના કેદીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ પુનર્વસન અને રોજગારી આપવાનો છે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે સામાન્ય જીવન જીવી શકે.

શું છે આ યોજનાનો ઉદ્દેશ્ય

હાલમાં રાજ્યની ચાર જેલોમાં આ વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી છે. જેલ IG સુદર્શન મંડળના જણાવ્યા અનુસાર, જે જેલોમાં આ વ્યવસ્થા શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે તે શહેરી વિસ્તારોમાં છે. આ યોજનાનો ઉદ્દેશ કેદીઓને રોજગારી આપવાનો અને આત્મનિર્ભર બનાવવાનો છે.

ચાર જેલોમાં શરૂ થશે વ્યવસ્થા

હેમંત સોરેન સરકાર હાલમાં રાજ્યની ચાર મધ્યસ્થ જેલોમાં આ વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી કરી રહી છે. બિરસા મુંડા મધ્યસ્થ જેલ, રાંચી સ્થિત જયપ્રકાશ નારાયણ મધ્યસ્થ જેલ, હજારીબાગ સ્થિત ઘાડીડીહ મધ્યસ્થ જેલ અને પૂર્વ સિંહભૂમ સ્થિત દુમકા મધ્યસ્થ જેલ ખાતે આ વ્યવસ્થા લાગુ કરવા અંગે તૈયારી ચાલી રહી છે. આ જેલોમાં એવા બેરેકની ઓળખ કરી લેવામાં આવી છે, જેને સેમિ-ઓપન બેરેકમાં બદલી શકાય છે. સરકારનું કહેવું છે કે, આ પહેલનો ઉદ્દેશ કેદીઓને જેલમાંથી મુક્ત કરવાનો નથી, પરંતુ તેમને રોજગારી સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાનો છે.