Loading Please Wait !!!
લોકમેળો શરૂ : રાજકોટ બનશે ગોકુળિયુ : શાળાઓમાં 6 દિવસનું વેકેશન : મોજ કરાવશે ‘મેળો’!

પરંપરા, સંસ્કૃતિ, ખાનપાન, ખુશીઓનો મેળાવડો


**સિટી ન્યૂઝ@રાજકોટ**

રાજકોટમાં લોકમેળાની શરૂઆત સાથે જ શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળશે. લોકમેળો એટલે રાજકોટવાસીઓ માટે મોજ-મસ્તી, આનંદ અને ઉત્સાહોનો અનોખો અવસર. મેળાને લઈને બાળકો, યુવાનો તેમજ પરિવારોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

લોકમેળામાં પરંપરા, સંસ્કૃતિ, ખાનપાન અને ખુશીઓનો મેળાવડો જોવા મળશે. ગુજરાતની લોકસાંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલીની ઝલક સાથે વિવિધ પ્રકારના સ્ટોલ અને મનોરંજનના આકર્ષણો મેળાની રંગત વધારશે. ખાસ કરીને બાળકો અને પરિવારજનો માટે મેળો આનંદનો મોટો અવસર બની રહેશે. લોકમેળાની સાથે રાજકોટમાં રજાનો માહોલ પણ જોવા મળશે. શાળાઓમાં ૬ દિવસનું વેકેશન જાહેર થતાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મેળાની મુલાકાત લે તેવી શક્યતા છે. રજાના દિવસોમાં શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો રાજકોટના લોકમેળામાં ઉમટી પડે તેવી અપેક્ષા છે. મેળામાં મનોરંજન ઉપરાંત ખાણીપીણીના વિવિધ સ્ટોલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંપરાગત ગુજરાતી વાનગીઓ સહિત વિવિધ પ્રકારની ખાણીપીણીની વસ્તુઓનો સ્વાદ માણવાની તક મળશે. સાથે જ ખરીદી માટેના સ્ટોલ, લોકકળા અને વિવિધ પ્રવૃત્તિઓ મેળાની મુલાકાતને વધુ યાદગાર બનાવશે.
રાજકોટનો લોકમેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ ગુજરાતની લોકપરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો ઉત્સવ પણ છે. મેળાની શરૂઆત સાથે રાજકોટમાં ઉત્સવની રોનક વધશે અને આગામી દિવસોમાં શહેરમાં લોકમેળાની રંગત જોવા મળશે. પરિવાર સાથે આનંદ માણવા માટે રાજકોટવાસીઓમાં લોકમેળાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • મંત્રી જીતુ વાઘાણીનો કાર્યક્રમ રદ, સ્થાનિક નેતાઓ જ મેળાનું ઉદ્ઘાટન કરશે
  • મેળો શરૂ, રાઈડ્સ લોક?
  • વિવિધ વિભાગો દ્વારા તપાસ શરૂ છે SOP અને સેફટી ચકાસણી બાદ જ અંતિમ મંજૂરી : DCP

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા ૫ દિવસીય લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાના ઉદ્ઘાટનના ૪ કલાક પૂર્વ એક પણ યાંત્રિક રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો 'ચકડોળ' ચડ્યો છે. જો કે નિયમ મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ પૂરાં કરી દેવામાં આવશે અને સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટિ દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવશે ત્યારબાદ રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે. રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બંગારવાએ જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાઈડ્સ માટે SOPની કડક અમલવારી ચોક્કસ કરવામાં આવશે. પરવાનગી માટે ૧૧ અરજદાર દ્વારા કુલ ૩૪ યાંત્રિક રાઇડ્સ માટે મંજૂરી માંગવામાં આવી છે જેની અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તપાસ પૂર્ણ થયા બાદ હકારાત્મક રિપોર્ટ મળશે, ત્યાર બાદ યાંત્રિક રાઇડ્સને મંજૂરી આપવામાં આવશે. આજે બપોરના ૧૨ વાગ્યા સુધી એક પણ રાઈડ્સને મંજૂરી આપવામાં આવી નથી.
**આજે તમામ રાઈડ્સને મંજૂરી મળી જવાની શક્યતા**