Loading Please Wait !!!
રાજકોટમાં તહેવારોમાં પીરસાશે નકલી ટમેટા સોસ?

‘લાલ ઝેર’નો ધીકતો ધંધો: હોટલ-લારીઓમાં બેફામ વેંચાણ
 
» ટમેટાં વગરના સોસથી લઈને કેમિકલ-કલરના ઉપયોગ સુધીનો ખેલ: નકલી સોસનું કરોડોનું બજાર

» સસ્તા ભાવે મળતા સોસ પાછળ ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહ્યા છે ચેડાં

સિટી ન્યૂઝ@રાજકોટ

ટામેટાં વગરના સોસથી લઈને કેમિકલ-કલરના ઉપયોગ સુધીનો ખેલઃ સસ્તા ભાવે મળતા સોસ પાછળ ગ્રાહકોના આરોગ્ય સાથે થઈ ચેડાં ગુજરાતના નાના-મોટા શહેરોમાં લારી-ગલ્લા, ફાસ્ટ ફૂડની દુકાનો અને કેટલીક નાની હોટલોમાં સસ્તા અને નકલી ટમેટાં સોસના ઉપયોગનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેખાવમાં એકદમ લાલ અને સ્વાદમાં તીખો-મીઠો લાગતો આ સોસ ગ્રાહકોને સરળતાથી આકર્ષે છે. પરંતુ ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી દરમિયાન અનેક વખત સામે આવ્યું છે કે આવા કેટલાક સોસમાં ટામેટાંનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અથવા ટામેટાંનો ઉપયોગ જ થતો નથી. સસ્તા સોસની વધતી માંગ અને ઊંચા નફાના કારણે આ ગેરકાયદે કારોબારે વેગ મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા સોસ સામે આરોગ્ય વિભાગ અને FDCA ક્યારે કડક કાર્યવાહી કરશે? ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભુજ અને મહેસાણા સહિતના શહેરોના પાણીપૂરી બજારો, હાઈવેના ધાબા અને લારી-ગલ્લાઓમાં સોસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જ માંગનો લાભ લઈને નકલી સોસ બનાવતું નેટવર્ક ઊભું થયું હોવાના આક્ષેપો છે. ઉપલબ્ધ અંદાજ

મુજબ ગુજરાતમાં દરરોજ હજારો લીટર નકલી સોસનું ઉત્પાદન થતું હોવાનું કહેવાય છે અને રાજ્યમાં આ બજારનું વાર્ષિક ટર્નઓવર અંદાજે ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. દેશભરમાં મેટ્રો સીટી અને નાના શહેરોને ગણવામાં આવે તો આ પ્રકારના સસ્તા કલર-કેમિકલ સોસનું બજાર રૂ.૧૫૦૦થી ૨૦૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આવા કેટલાક ગેરકાયદે ઉત્પાદન એકમો ફૂડ લાયસન્સ વગર

અથવા રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત રીતે ચલાવવામાં આવતા હોવાના કારણે તેઓ સરળતાથી તંત્રની નજરે પડતા નથી. નકલી સોસના સમગ્ર કારોબારમાં સૌથી મોટો ફાયદો ઉત્પાદકોને થતો હોવાનું કહેવાય છે. કેટલાક કિસ્સાઓમાં પ્રખ્યાત બ્રાન્ડના નામ જેવા સ્ટીકર લગાવીને અથવા કોઈ બ્રાન્ડ વગર સોસ હોલસેલ માર્કેટમાં પહોંચાડવામાં આવે છે. આપેલા અંદાજ પ્રમાણે, આશરે રૂ.પના ખર્ચે તૈયાર થતો લીટર સોસ હોલસેલરને ૧૫ રૂપિયા સુધીમાં વેચાઈ શકે છે.

દરરોજ ૫ હજાર લીટર ઉત્પાદન કરતી નાની ફેક્ટરી પણ મોટા પ્રમાણમાં રોકડ કમાણી કરી શકે છે. ત્યારબાદ જથ્થાબંધ વેપારીઓ આ સોસ શહેરોના કરિયાણા અને શાકભાજી માર્કેટની આસપાસની લારી-ગલ્લા તથા નાની હોટલો સુધી પહોંચાડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના વેપારીઓ પણ કમિશનથી મોટો નફો મેળવે છે.નકલી સોસનો ઉપયોગ એ નકલી સોસનો ઉપયોગ કસવાનું સૌથી મોટું કારણ તેની ઓછી કિંમત છે. સામાન્ય રીતે લારીવાળો રોજ આશરે ૫ કિલો

અસલી સોસ વાપરે તો તેને લગભગ રૂ.૬૦૦નો ખર્ચ થઈ શકે છે. તેની જગ્યાએ સસ્તો નકલી સોસ વાપરવાથી આ ખર્ચ ઘટીને આશરે રૂ.૧૦0 થઈ જાય છે. એટલે રોજ રૂ.પ૦૦ અને મહિને લગભગ રૂ.૧૫ હજારની બચત થઈ શકે છે. અમદાવાદનું માણેકચોક, સુરતની ખાઉગલી ઉપરાંત રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ અને ભુજ જેવા શહેરોમાં ભુજિયા, સમોસા, પકોડા, પફ, સેન્ડવિચ, ચાઈનીઝ અને વડાપાઉં સાથે સોસ ફીમાં પીરસવામાં આવે છે.