નંદલાલાને ઝુલાવવા ચાંદીના પારણાનો ક્રૅઝ
4 લાખના પારણામાં ઝૂલશે નટખટ કાનુડો
સિટી ન્યૂઝ@રાજકોટ
આ જન્માષ્ટમીએ ‘નંદલાલા’ માટે ચાંદીના પારણા ખરીદવાનો વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના બજારમાં ૧૧ ગ્રામથી લઈને ૨ કિલો સુધીના વજન ધરાવતા અવનવા અને આકર્ષક ચાંદીના પારણાનો ક્રેઝ છે. જેમાં રૂ. ૫ હજારથી ૮ લાખ સુધીની કિંમતના ભવ્ય પારણામાં ભગવાન શ્રીકૃષ્ણ ઝૂલશે. ભક્તો બજેટ મુજબ અલગ-અલગ ડિઝાઈન અને વજનના પારણાં હોંશે-હોંશે ખરીદી કરીને કાનુડાના ઉત્સવની ભક્તિભાવપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે.
આ વખતે ચાંદીના પારણાંની ખરીદી માત્ર ભક્તિભાવ પૂરતી મર્યાદિત ન રહેતાં રોકાણ માટે પણ એક ઉત્તમ તફ બની ગઈ છે. થોડા સમય અગાઉ ચાંદીના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા હતા, પરંતુ હાલમાં બજારમાં ચાંદીના ભાવ સ્ટેબલ થયા છે. આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં ફરી તેજી
આવવાની સંભાવના હોવાથી સુરતના લોકો આ ખરીદીને 'ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ' તરીકે જોઈ રહ્યા છે. ભક્તોનું માનવું છે કે ઘરમાં ઠાકોરજીની સેવા-પૂજા પણ થશે અને ભવિષ્ય માટે ચાંદીના રૂપમાં મૂલ્યવાન મૂડીનું સુરક્ષિત રોકાણ પણ થઈ જશે.
બજારમાં ગ્રાહકોની પસંદગી અને બજેટને ધ્યાનમાં રાખીને નાના-મોટા તમામ સ્વરૂપના પારણાં ઉપલબ્ધ કરાવ્યા છે. શોરૂમ્સમાં નાનામાં નાના ૧૧ ગ્રામથી લઈને વિશાળ ૧.૫૦થી ૨ કિલો સુધીના ફ્લાત્મક ચાંદીના પારણાં તૈયાર કરવામાં આવ્યા છે. તેની કિંમત ૫,૦૦૦ થી શરૂ થઈને અંદાજિત ૭૦ થી ૮ લાખ સુધી પહોંચે છે. આ ઉપરાંત ભક્તો પોતાની ક્ષમતા અને ઘરના બાળગોપાલની સાઈઝ મુજબ મનપસંદ પારણું હોંશે હોંશે ઘરે પધરાવી રહ્યા છે.
વુડન બેઝ પર ચાંદીનું નકશીકામ બજેટ ફ્રેન્ડલી બન્યું
ગટ વર્ષની સરખામણીએ ચાંદીના ભાવમાં ઉછાળો રહ્યો હોવાથી મધ્યમ વર્ગના ભક્તોના બજેટને અનુરૂપ એક ખાસ અને આકર્ષક કોન્સેપ્ટ પરા બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઝવેરીઓએ વુડ (લાકડા) ઉપર ઉત્કૃષ્ટ કોતરાણી અને નકશીકામ કરીને તેની ઉપર ચાંદીનું લેયરિંગ ચઢાવ્યું છે. આ વુડન-સિલ્વર ઝુઝન પારણાને કારણે ગ્રાહકોને શુકનિયાળ ચાંદીની ધાતુનો સ્પર્શ પણ મળી રહે છે, પારણાંનો દેખાવ ભવ્ય અને મોટો લાગે છે તથા ખિસ્સા પર પણ બહુ ભાર પડતો નથી. આ આધુનિક અને ટેડિશનલ ડિઝાઈનની માગ યુવા વર્ગમાં પણ ખૂબ વધી રહી છે. જન્માષ્ટમી પૂર્વે જ્વેલર્સ શોરૂમ્સમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ખરીદીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.
જન્માષ્ટમીએ બજારમાં ખરીદી જામી 11 ગ્રામથી લઈ 2 કિલો સુધીના અવનવા પારણા