Loading Please Wait !!!
બોગસ સોફ્ટવેરથી ટોલ વસૂલીનું મહાકૌભાંડ

  • દેશભરમાં ઈડીના દરોડા પાડતા ગેરકાયદે વસૂલીના નેટવર્કનો પર્દાફાશ
  • આરોપીઓએ માત્ર 5% જ સરકારી રેકોર્ડમાં બતાવ્યા હતા બાકી 95% નું કૌભાંડ થઈ રહ્યું હતું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ઈડીએ એનએચએઆઈ ટોલ પ્લાઝા પર બોગસ વસૂલાત અને મની લોન્ડિંગના મામલામાં દેશભરમાં જુદા-જુદા ૧૪ ઠેકાણે દરોડા કાર્યવાહી કરી છે. ઇડીએ ધન શોધન વિરોધી કાનૂન અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ઈડીએ આજે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, એનસીઆર અને કોલકાતામાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે.

આ મામલે એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે બોગસ સોફ્ટવેર બનાવી કરોડੋਂ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ નેશનલ હાઈવે ઓથોરિટીના સમાંતર એક બોગસ સોફ્ટવેર બનાવીને કરોડો રૂપિયાની ગેરકાયદે વસૂલી કરી હતી. યુપીએસએચડે આ કૌભાંડનો

ભાંડોડ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ટોલ

વસૂલીના માત્ર પાંચ ટકા જ સરકારી રેકોર્ડમાં બતાવ્યા હતા અને બાકી ૯૫ ટકાનું કૌભાંડ થઈ રહ્યું હતું. ઇડીએ આ મામલામાં નોંધાયેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈ મામલાની તપાસ શરૂ કરી હતી.

એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બોગસ સોફ્ટવેરથી રસીદો બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું. ટોલથી થયેલી કમાણીને અધિકૃત એકાઉન્ટીંગ સિસ્ટમની બહાર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઈડીના તપાસમાં ફોરેન્સિક અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રેકોર્ડથી બોગસ સોફ્ટવેરના ઉપયોગની પુષ્ટિ થઈ ચૂકી છે. ઈડીના તાજેતરના દરોડાનો ઉદ્દેશ બોગસ સાથે આરોપીઓની ઓળખ કરવી, અપરાધથી કરેલી કમાણીનો પતો લગાવવાનો છે.