નંબર પ્લેટનો નિર્ણય GOOD; પણ ઈંધણ નહીં BED !
- આ નિર્ણય સામે અનેક કાયદાકીય સવાલો ઉઠ્યા
- કોંગ્રેસ આગેવાન રોહિતસિંહ રાજપૂતે કહ્યું આ નિર્ણય કેટલો યોગ્ય તેની તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ
સિટી ન્યૂઝ@રાજકોટ
નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંનો નિર્ણય કાયદાકીય રીતે કેટલો યોગ્ય છે તે અંગે સરકાર અને પોલીસ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ. નંબર પ્લેટની ચકાસણી કરી કાર્યવાહી કરવાનું કામ પોલીસ અને વાહન વ્યવહાર વિભાગનું છે. તો પછી પેટ્રોલ-ડીઝલ જેવા આવશ્યક ઇંધણનું વેચાણ રોકવાની જવાબદારી જાનગી પેટ્રોલ પંપ સંચાલકો ઉપર કેમ નાખવામાં આવી રહી છે?
મારો સવાલ એ છે કે પોલીસ કમિશનરને પેટ્રોલ પંપ ઉપર ઇંધણનું વેચાણ રોકવાની ચોક્કસ સત્તા કથા કાયદાની કઈ કલમથી મળે છે? માત્ર ટ્રાફિક નિયમન કરવાની સત્તાના આધારે પેટ્રોલિયમના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી શકાય કે નહીં, તે પણ સ્પષ્ટ થવું જોઈએ.જો કોઈ વાહનની નંબર પ્લેટ અકસ્માતમાં તૂટી ગઈ હોય, ધોવાઈ ગઈ હોય અથવા નવી નંબર પ્લેટ બનાવવાની પ્રક્રિયામાં હોય તો પેટ્રોલ પંપ કર્મચારી કઈ રીતે નિર્ણય કરશે? અને ખોટી રીતે પેટ્રોલ ન આપવાના કિસ્સામાં જવાબદારી કોની રહેશે?
નંબર પ્લેતના નિયમનો અમલ થવો જોઈએ, પરંતુ તેનો અમલ કાયદાની મર્યાદામાં, પ્રમાણાસર અને જનતાને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે રીતે થવો જોઈએ. વિપક્ષ તરીકે અમારો વિરોધ નિયમના અમલ સામે નથી, પરંતુ નિયમ લાગુ કરવાની પદ્ધતિ, કાયદાકીય સત્તા અને પેટ્રોલ પંપ સંચાલકો ઉપર નાખવામાં આવેલી જવાબદારી અંગે છે. જીવનજરૂરિયાત સમાન ઇંધણનું વેચાણ રોકવાનો આદેશ કઈ કાયદાકીય સત્તા હેઠળ કરવામાં આવ્યો છે? સરકાર અને કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર આ અંગે સ્પષ્ટ કાયદાકીય ખુલાસો કરે તે મહત્વનું જરૂરી છે.