ટેકનોલોજી વર્કસ + સોર્સથી કરોડોનો ગાંજો પકડતી પોલીસ
બામણબોર ચેકપોસ્ટ પાસેથી લોખંડની પ્લેટની આડમાં છૂપાવેલો એક કરોડનો ગાંજો ઝડપાયો
ટ્રક સહિત ૧.૫ કરોડની મત્તા સાથે બે પકડાચા બેની શોધખોળ : ઓરિસ્સાથી માલ આવ્યો હતો વચ્ચે ડ્રાઈવરો પણ બદલી નાંખતા હતા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન લોખંડની પ્લેટની આડમાં છૂપાવેલો એક કરોડનો ગાંજો સાથે ટ્રક ચાલક સહિત બે શખ્સોને એસઓજીની ટીમે બામણબોર પાસેથી ઝડપી લેતા પેડલરોમાં ફફડાટ ફેલાયો છે. ધારિસાથી માદક પદાર્થનો જથ્થો રાજકોટમાં ઘૂસે તે પહેલા જ પોલીસે ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ તેની પૂછતાછ કરતા આ ગાંજાનો જથ્થો રાજકોટના બે નામચીન શખ્સોએ મંગાવ્યાનું બહાર આવતા પોલીસે બન્નેની શોધખોળ કરી છે.
રાજકોટમાં ઓરિસ્સાથી ટ્રક મારફતે ગાંજાનો જથ્થો આવતો હોવાની માહિતીને આધારે ક્રાઈમ ડીસીપી બાંગરવાની સૂચનાથી એસઓજીના પીઆઈ ચૌધરી પીએસઆઈ ડાંગુ સહિતની ટીમે બામણબોર નજીક પોલીસની ચેક પોસ્ટ પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી ચાલકની પૂછતાછ કરતા તે અરબાઝ સંધી અને કલીનાર મહંમદ હુસેન હોવાનુ જણાાવતા પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રક માંથી લોખંડની પ્લેટ નીચે છૂપાવેલો એકાદ કરોડની કિંમતનો ૨૦૪ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વિશેષ પુછતાછ કરી હતી.
પોલીસની પૂછતાછમાં આ ગાંજાનો જથ્થો રાજકોટના મોરબી રોડ પર હડાણા ગામે રહેતો અમીત ઉર્ફે ગુરબાએ ઓરિસ્સાથી ગાંજો રાજકોટમાં મોકલ્યો હતો. ઓરિસ્સાથી નીકળેલો આ ટ્રક બગોદરા સુધી પહોંચ્યો હતો. આરોપી અમિતે લોખંડની પ્લેટોની નીચે ચાલાકીપૂર્વક ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.બામણબોર પાસેથી એસઓજીની ટીમે એક કરોડની કિંમતનો ૨૦૫ કિલો ગાંજાના જથ્થા સાથે ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ તેની પાસેથી દોઢ કરોડની મત્તા કબજે કરી હતી પોલીસની પૂછતાછમાં આ માલ અમિતે ઓરિસ્સાથી મોકલ્યો હતો અને તેનો સાગારીત બગોદરા સુધી ટ્રકમાં આવ્યો હતો અને બગોદરા ટ્રકમાંથી ઉતરી રાજકોટ આઘવા માટે એસ.ટી. બસમાં બેસી ગયો હોવાનુ બહાર આવતા પોલીસે વધુ બે નામચીન શખ્સોને ઝડપી લેવા દોડધામ કરી છે.
SOG સ્ટાફની કામગીરી
ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી SOG PI એન.બી. ચૌધરી, PSI બી.વી. ચુડાસમા, વી.વી. ડાંગુ એમ.વી. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ સ્નેહભાઈ હદરકા અને ASI રાજેશભાઈ બાલા, સિધ્ધરાજસિંહ નીરુબા જાડેજાની ટીમને મોટી સફળતા મળી હતી