શિક્ષક પતિની વિકૃતિ, ફોનમાં પોર્ન જોઈ પત્નીને પણ તેમ કરવા કહેતો
» પેનિક એટેક વખતે પત્નીનું મોં દબાવી શ્વાસ રુંધવાનો જીવલેણ પ્રયાસ
» વર્ષ 2023નો કેસ પાછો ખેંચાવવા 2025માં કોર્ટમાં સમાધાનનું નાટક
» ફર્નિચર ન લાવવા મુદ્દે લજાઈ અને વાંકાનેરના સાસરિયાઓનો સતત ત્રાસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અને પતિની હીન વિકૃતિને છતી કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પી.એમ. કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક પતિએ પોતાના ફોનમાં પોર્ન વીડિયો જોઈ પોતાની શિક્ષિકા પત્નીને પણ તેગ કરવા કહી, શારીરિક અંગો પર બિભત્સ ટિપ્પણીઓ કરી પારાવાર જાતીય અને માનસિક ત્રાસ ગુજાર્યો છે. અગાઉનો કેસ પરત ખેંચવા કોર્ટમાં સમાધાનનું નાટક રચ્યા બાદ પીડિતા પર અત્યાચાર વધારી દેવાયો હતો. પેનિક એટેક વખતે પત્નીનો જીવ લેવાનો પ્રયાસ અને ૬ સાસરિયાઓના સતત ત્રાસથી કંટાળીને આખરે પીડિતાએ મહિલા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.
રાજકોટની ગૌતમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૩૫ વર્ષીય નયનાબેન મકવાણાએ પોતાના પતિ કૃણાલ હરખજીભાઈ મકવાણાની વિકૃત માનસિકતાનો ભાંડોફોડ કર્યો છે. કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક પતિ કૃણાલ પોતાના ફોનમાં પોર્ન વીડિયો જોતો અને પત્ની નયનાબેનને પણ તેમ કરવા કહેતો હતો. આ ઉપરાંત, તે પત્નીના શારીરિક અંગો પર અત્યંત અશ્લીલ ટિપ્પણીઓ કરી પારાવાર જાતીય તથા માનસિક ક્રૂરતા આચરતો હતો.
પતિ અને સાસરિયાઓના અસહ્ય ત્રાસથી નયનાબેનની તબિયત લથડતી અને પેનિક એટેક આવતાં તેઓ જમીન પર ઢળી પડતા. આવી સ્થિતિમાં દવા કરાવવા બદલે રાક્ષસી વૃત્તિ ધરાવતો પતિ તેમના માથા પર બેસી જબરદસ્તીથી મોં દબાવી દેતો, જેથી નયનાબેનનો શ્વાસ રુંધાતો. આ સાથે જ 'આણામાં ફર્નિચર કે બેડ નથી લાવી' તેવા મહેણાં મારીને ત્રાસ આપવામાં આવતો હતો.
પીડિતાએ અગાઉ વર્ષ ૨૦૨૩ માં નોંધાવેલો કેસ પરત ખેંચાવવા વર્ષ ૨૦૨૫ માં પતિ ફ્રણાલે ફેમિલી કોર્ટમાં પત્નીને સારી રીતે રાખવાની લેખિત ખાતરી આપીને નાટક રચ્યું હતું. પરંતુ સમાધાન બાદ પતિએ વિચિત્ર શરત રાખી કે પોતે રાજકોટ રહેશે, પત્ની લજાઈમાં રહેશે અને તેઓ ક્યારેય સંતાન પેદા નહીં કરે. આ દરમિયાન પિચરપક્ષને પણ અપમાનિત કરાયા હતા.જૂનો કેસ પાછો ખેંચવા અને છૂટાછેડા આપવા નયનાબેન પર સતત દબાણ કરી, ન માને તો પિયરપક્ષને ખોટા કેસમાં ફસાવવાની ધમકી અપાતી હતી. આખરે ત્રાસથી કંટાળી પીડિતાએ પતિ કૃણાલ, લજાઈ રહેતા સાસુ ચંપાબેન, જેઠ પંકજભાઈ અને ગોવિંદભાઈ, કાકાજી સસરા કેશુભાઈ તથા વાંકાનેર રહેતા નહતાં મીનાબેન એમ કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.