Loading Please Wait !!!
રાજકોટમાં ‘ઉપવાસ’ તોડવાનું ‘ષડયંત્ર’ !

  • શ્રાવણ મહિનામાં બહારની પેટિસ ખાતા પહેલા સાવધાન

સિટી ન્યૂઝ@રાજકોટ

પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણા કરી ભાવિકો ભગવાનની આરાધના કરતા હોય છે. પરંતુ લેભાગુ વેપારીઓ વધુ નફો કમાવવા માટે ઉપવાસ અબડાવવા માટે બિન ફરાળી વાનગીઓનું વેચાણ કરણી ચીજ વસ્તુઓના નામે કરવામાં આવતું હોય છે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અલગ અલગ સ્થળોએથી ૧૨ ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમુના લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ પર શ્રીરામ ડેરી ફાર્મમાંથી ફરાળી પેટીસ અને ફરાળી લોટ, કુવાડવા રોડ પર મયુર ફરસાળમાંથી ફરાળી લોટ, ડીમાર્ડ ૫૦ ફૂટ રોડ પર ન્યુ પટેલ પેરીમાંથી ફરાળી પેટીસ, કૃષ્ણનગર મેઈન રોડ પર ભવાની ગાંઠિયામાંથી લુઝ ફરાળી પેટીસ, ગુરૂપ્રસાદ ચોક પાસે મધુબાઈ ગોરધનભાઇ ઘેવડા વાળાને ત્યાંથી ફરાળી પેટીસ, જય સીતારામ ડેરી ફાર્મમાંથી ફરાળી પેટીસ, મહાદેવ ફરાળી પેટીસમાંથી ફરાળી પેટીસ, ખટૂસ ફાસ્ટફૂડમાંથી ફરાળી લોટ, ઝૂટુરાજ ફાસ્ટફૂડમાંથી ફરાળી લોટ, દ્વારકાધીશ સીઝન સ્ટોર્સમાંથી ફરાળી પેટીસ, ગોરધનભાઈ ગોવિંદભાઈ ઘેવડાવાળાને ત્યાંથી ફરાળી પેટીસનો નમુનો લેવામાં આવ્યો અને ૧૬૦૩૧ નંબરમાંથી ફરાળી લોટનો નમુનો લેવાયો હતો. જ્યારે મયુર રેસ્ટોરન્ટમાંથી ૧૨ કિલો વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો હતો.

ભવનાથ-ર શેરી નં. ૧માં ખોડિયાર પ્રોવિઝન સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ વીતી ગયેલા કોલ્ડડ્રિંક્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી રૂા. ૨૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવતીપરા પોલીસચોકી પાસે ભગવતી ફરસણ એન્ડ સ્વીટ્સમાંથી વાસી લોટ, ગુલાબજાંબુ પસ્તી સહિત કુલ ૧૨ કિલો અબાધ જથ્થાનો નાશ કરી રૂા. ૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ભગવતીપરા ૧૧ કોર્નર પાસે આવેલા ચામુંડા ફરસાળમાંથી વાસી ખુલ્લુ ફરસણ અને પસ્તી સહિત ૮ કિલો જથ્થાનો નાશ કરી રૂા. ૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. પેડક રોડ પર એ-૧ સ્પેશિયલ એગ અને ઈલેવન એગને હાઈજિનિક કંડિશન યોગ્ય લેબલ લખવા માટે નોટિસ આપવામાં આવી હતી.