Loading Please Wait !!!
ભૂત ભગાડવા બોલાવેલા ભુવાએ 15 વર્ષની દીકરી સાથે દુષ્કર્ષ આચર્યું

વિધિ માટે માતા-પિતાને રૂમની બહાર મોકલી કુફર્મ આચરતો

  • સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારે દીકરીની બિમારી દૂર કરવા ભુવાનો સંપર્ક કરતા ભુવાએ વિધિના નામે દુષ્કર્ષ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલા સગીર બીમાર પડતા પરિવારે ભુવાનો સંપર્ક કર્યો. ભુઓએ ભૂતનો વગાડ હોવાનું કહી દૂર કરવા માટે વિધિ કરવાનું કહ્યું. ભુવો સગીરાના ઘર પર જ વિધિ માટે આવ્યો અને માતાપિતાને રૂમની બહાર મોકલી સગીરા પર રૂમમાં દુષ્કર્ષ આચર્યું. ત્યારબાદ પણ ભુવાએ બે થી ત્રણ વાર પોતાનાદ્વારે વિધિના નામે સગીરાને બોલાવી દુષ્કર્ષ આચર્યું. ભોગ બનનાર પિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ભુવો તે પણ સારી કરી દેવાના દાવા કરતો. અંધશ્રદ્ધામાં ડૂબેલા પરિવારે હેરાનયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.સોલા વિસ્તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષથી દીકરી એક વર્ષ પહેલા બિમાર પડી હતી.

જેથી પરિવારે તેમના ઓળખીતા ભુવા ચંદ્રકાંત પંચાલનો સંપર્ક કર્યો. માતાપિતાએ ચંદ્રકાંંતે કહ્યું કે, 'તમારી દીકરીને ભૂતોનો વળગાડ છે. જે દૂર કરવા વિધિ કરવી થઈ શકે છે.' માતાપિતા તૈયાર થતા ચંદ્રકાંત પંચાલ તેમના ઘર પર આવ્યો હતો. વિધિ કરવાની હોય માતાપિતાને રૂમની બહાર મોકલી દીધા અને રૂમમાં સગીરા સાથે એકલો જ રહ્યો. સગીરાને વિધિના નામે કેડી પીયુ પીવડાવી અર્ધબેહોશ કરી દુષ્કર્ષ આચર્યું.