Loading Please Wait !!!
‘ઈન્સ્ટાગ્રામ’ ઉપર ચાલતો બ્લેકમેલિંગનો ખેલ

 

  • ઈન્સ્ટાગ્રામથી યુવાનને યુવતી સાથે મુલાકાત થઈ પછી અંગત ફોટા વાયરલની ધમકીઓ
  • લાખો ફોલોઅર્સ ધરાવતી ઈન્ફ્લુએન્સર સામે FIR
  • સીટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ

સોશિયલ મીડિયા પર બનેલી મિત્રતા ક્યારેક ગંભીર વિવાદનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં એક એવી જ ઘટનાએ ચર્ચા જગાવી છે, જેમાં લગભગ એક લાખ ફોલોઅર્સ ધરાવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતી અને તેના બે સાથીઓ સામે બ્લેકમેલિંગના આરોપો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી યુવકનો આરોપ છે કે, ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ બંને વચ્ચે નજીકતા વધી હતી, પરંતુ બાદમાં અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની માંગ કરવામાં આવી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સમગ્ર ઘટનાક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીનો દાવો છે કે શરૂઆતમાં પ્રેમ સંબંધો વિકસ્યા હતા, પરંતુ ત્યારબાદ આ સંબંધ આર્થિક દબાણ અને ધમકીઓમાં ફેરવાઈ ગયો. હાલ પોલીસ સમગ્ર મામલે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, નાણાકીય વ્યવહારો અને બંને પક્ષોના દાવાઓની તપાસ કરી રહી છે. FIR મુજબ, સંભલના ચૌધરી સરાય વિસ્તારના રહેવાસી શાહરૂખની ત્રણ વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામ મારફતે દીપા સરાય વિસ્તારની રહેવાસી અરીશા સાથે ઓળખાણ થઈ હતી. સમય જતાં બંને વચ્ચે વાતચીત વધી અને સંબંધો ગાઢ બન્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીનો દાવો છે કે, ત્યારબાદ બંને નૈનીતાલમાં પોતાને મિત્રોના જૂથ સાથે મળ્યા હતા. આ મુલાકાત બાદ બંને વચ્ચે વધુ નજીકતા વધી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન કેટલીક અંગત તસવીરો અને વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જે બાદમાં દબાણ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા.

  • વડોદરાની યુવતી ભોગ બની
  • REELમાં યુકેમાં શિક્ષિકા નોકરીની લાલચે મહિલાએ 13 લાખ ગુમાવ્યા

સીટી ન્યૂઝ@વડોદરા

યુકેમાં શિક્ષકની નોકરી મેળવવા જતા કરજણ તાલુકાના વલરા ગામની શિક્ષિકા ઓનલાઈન ભેજાબાજોનો ભોગ બની હતી. ઈન્સ્ટાગ્રામ પર આપેલી જાહેરાતની રીલ જોઈને યુકેનું સપનું સાકાર કરવા જતા શિક્ષિકાએ રૂ. ૧૨.૫૨ લાખ ગુમાવ્યા છે. કરજણ તાલુકાના વલરા ગામમાં રહેતી શિક્ષિકા નફિસાબેને પોલીસમાં ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના ઈરફાન મોહંમદ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાંસરોદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. તા. ૧૫ જાન્યુઆરીના રોજ હું ઈન્સ્ટાગ્રામ જોતી હતી ત્યારે ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન પોસ્ટ આવી હતી જેમાં શિક્ષક સહિત વિવિધ પદો માટે નોકરીની વિગતો હતી.

   મેં આ પોસ્ટ પર ક્લિક કરી મેસેજ કરી નોકરી માટે વધુ માહિતી માંગતા મને યુકેનો એક નંબર આપ્યો અને તે નંબર પર મેસેજ કરવા જણાવ્યું હતું. આ નંબર પર મેસેજ કરતા એક લિંક મળી હતી જેને ઓપન કરતા વિવિધ માહિતીઓનો ઉલ્લેખ હતો. પ્રાથમિક માહિતી મેં તેમને માગ્યા મુજબ મોકલી હતી પરંતુ બાદમાં મારી પર્સનલ માહિતી માગતા મેં ના પાડી અને નામ પૂછતા મોહંમદ ઈરફાન જણાવ્યું હતું અને બાદમાં ફોર્મમાં નાટ્ટુ હજુ કરશું નહીં તેમ કહ્યું હતું. થોડા દિવસો બાદ યુકેમાં મારા સંબંધીઓને પૂછપરછ કરતા તેમણે કહેતા મેં મારા ડોક્યુમેન્ટ મોહંમદ ઈરફાનને મોકલ્યા હતાં. બાદમાં અર્જન્ટ પ્રોસેસ માટે ૧૦૦૦ પાઉન્ડની માંગણી કરી વડોદરાના અનશ કુરેશીના બેંક એકાઉન્ટની વિગતો આપી હતી.