ભારે વરસાદના કારણે મુંબઈમાં વર્ક ફ્રોમ હોમના આદેશ
આવશ્યક સેવાઓ સિવાય તમામ સરકારી કચેરીમાં હાફ-ડે
-
મુંબઈ-ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
-
ટ્રેનો માત્ર વલસાડ સુધી દોડશે
-
મુંબઈમાં પરિસ્થિતિ હજુ વિકટ બની શકે છે
સિટી ન્યૂઝ@મુંબઈ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાલઘર નજીક ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ રેલ વ્યવહાર ઠપ્પ થયો છે, જેના કારણે કર્ણાવતી અને જોધપુર-બાંદ્રા જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પરત ફેરવવાની ફરજ પડી છે. મુંબઈમાં વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે. ટ્રેક પર પાણી ભરાતા મુંબઈથી ઉપડતી ૬ પ્રમુખ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વસઈ રોડ- નાલાસોપારા- સફાલે- કેલવા રોડ સ્ટેશનો વચ્ચે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાને કારણે, આજે (૬ જુલાઈ) બાંદ્રા ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેનો મોડી ઉપડશે.