Loading Please Wait !!!
ડબલ મર્ડર : ધોરાજીના મોટી મારડ ગામમાં દંપતીની હત્યા

 

» ઘટનાસ્થળે એલસીબી સહિત પોલીસનો કાફલો; હત્યાનું કારણ જાણવા સઘન તપાસ શરૂ

સિટી ન્યૂઝ | રાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. મોટી મારડ ગામમાં અજાણ્યા શખ્સો દ્વારા એક દંપતીની અરેરાટીભરી અને ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ડબલ મર્ડરની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયની સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

મોટી મારડ ગામમાં દંપતીની હત્યા થઈ હોવાની ગંભીર વિગતો વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક દંપતીના શબને કાયદેસરની કાર્યવાહી અર્થે ખસેડીને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

ભરચક ગામમાં દંપતીની આ પ્રકારે ક્રૂરતાપૂર્વક હત્યા કેમ કરવામાં આવી અને આ લોહીયાળ ખેલ જેલવા પાછળ અંગત અદાવત, લૂંટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે રહસ્ય અકબંધ છે. હાલના તબક્કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનાના ચોક્કસ કારણને શોધવા તેમજ કિલો સુધી વધુ વિગતો મેળવવાના ચકો ગતિમાન કરવામાં આવ્યા છે. ડબલ મર્ડરની આ વાતોને લઈ સમગ્ર મોટી મારડ ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.