Loading Please Wait !!!
ચેક રિટર્ન કેસમાં સજાનો હુકમ સેશન્સ કોર્ટે રદ કર્યો

=> ટ્રાયલ કોર્ટને કેસ ફરીથી ચલાવવાનો આદેશ, આરોપીને બચાવની તક આપવા સૂચના

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સોની બજાર મેઈન રોડ ઉપર આવેલ સોનાનો વેપાર કરતી જાણીતી વેપારી પેઢી રાગનીલ જ્વેલર્સના ભાગીદાર સુનીલભાઈ વ્રજલાલ શાહ એ વર્ષ ૨૦૨૨માં રાજકોટની અદાલતમાં કનકનગર માં રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ માલણ સામે રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદમાં જણાવેલ કે આરોપી હસમુખભાઈએ ફરીયાદી પેઢી પાસેથી વેપારી મીત્રતાના સંબંધના નાતે ૧૨૦.૦૫૫ ગ્રામ સોનાનો માલ જેની કિંમત લાખો રૂપીયાની થાય છે તે માલ ૨૦૨૧ માં ખરીદ કરેલ હતો અને જે પેટે આપેલ ચેક જાન્યુઆરી ૨૦૨૨માં અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ હતો અને આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદી પેઢીએ રાજકોટની અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના કાયદા અન્વયે ફરીયાદ નોંધાવેલ જે કેસમાં આરોપી હસમુખભાઈને સમન્સ ની બજવણી થતા તેઓ અદાલતમાં હાજર થયેલ હતા અને કેસ આગળ ચાલવા ઉપર આવેલ હતો ત્યાર બાદ આરોપી નીયમીત રીતે અદાલત સમક્ષ હાજર રહેલ નહીં અને પોતાનો કેસ ચલાવેલ નહીં જેથી અદાલત ધ્વારા જુન૨૦૨૪ માં આરોપીને એક વર્ષ અને ૬ માસની સાદી કેદની સજા અને વળતર રૂા.૭,૦૦,૦૦૦/ ૬૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ હતો.

અને આરોપી હાજર ન હોય તેની સામે સજા વોરંટ કાઢવામાં આવેલ જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ આરોપીએ સદરહું સજાના હુકમ સામે રાજકોટની સેશન્સ અદાલતમાં સદરહું સજાનો હુકમ યોગ્ય ન હોય અને કેસ ચલાવવા માટે પુરતી તક મળેલ ન હોય ખોટી સજા થયેલ હોય સજાનો હુકમ રદ કરવા અપીલ દાખલ કરેલ| હતી. જે અપીલના કામમાં આરોપી હસમુખભાઈ માલણ તરફે જાણીતા યુવા ધારાશાસ્ત્રી હેમાંશુ પારેખ નામદાર કોર્ટમાં રજુઆત કરવામાં આવેલ કે આરોપી તરફે ઉલટ તપાસની તેમજ યોગ્ય બચાવની તકો કુદરતી ન્યાયના સીધ્ધાંતો મુજબ મળેલ નથી ઉપરાંત ફરીયાદી ધ્વારા અદાલતમાં જે જે દસ્તાવેજો રજુ કરવામાં આવેલ છે તે દસ્તાવેજો અનેક વિસંગતતાઓ રહેલી છે અને અદાલત ધ્વારા પુરાવાઓનું યોગ્ય મુલ્યાંકન કરવામાં આવેલ નથી અને જેથી થયેલ સજા રદ કરવા અને કેસ ફરીવાર ચલાવવા તક મળવી જોઈએ અને આ બાબતે નામદાર ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ તેમજ કાયદાના અને ન્યાયના સીધ્ધાંતો સંબંધીત વિવિધ મુદ્દાઓ રજુ કરવામાં આવેલ હતા. જેથી નામદાર સેશન્સ અદાલતે કેસના પુરાવાઓ કાયદાની પરીસ્થીતી અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખી ટ્રાયલ કોર્ટ ધ્વારા થયેલ સજાનો હુકમ રદ કરી ફરીવાર સમગ્ર કેસ ટ્રાયલ કોર્ટમાં હાજર રહી નીયમીત રીતે ચલાવવા હુકમ કરેલ છે અને સાથોસાથ અદાલત ધ્વારા આરોપીને ખર્ચની રકમ ફરીયાદીને ચુકવવા પણ હુકમ કરવામાં આવેલ છે

આ કામમાં આરોપીઅરજદાર હસમુખભાઈ માલણ તરફે જાણીતી લો ફર્મ યુવા લો એસોસીએટના કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદિપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, અશ્વિન અખેજા, નીધી રાયચુરા, ડેનીશા રાઠોડ, યાસ્મીન શેખ, દલીપ વઘેરા સહીતની યુવા ટીમ એડવોકેટ તરીકે રોકાયેલ હતી.