Loading Please Wait !!!
RMCની ફરિયાદ માટે હવે એક જ નંબર 155304


રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિક સેવાઓ માટે શરૂ કરી સરળ ફરિયાદ વ્યવસ્થા

  • ચોમાસામાં ડ્રેનેજ સમસ્યાઓ માટે વોર્ડવાઈઝ સંપર્ક નંબર અને ફ્લડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત

  • વેબસાઈટ, મોબાઈલ એપ અને વોટ્સએપ ચેટબોટથી પણ ફરિયાદ નોંધાવી શકાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થાને વધુ સુલભ બનાવી છે. હવે શહેરના નાગરિકો અગાઉના કોલ સેન્ટર નંબરોના બદલે માત્ર ૧૫૫૩૦૪ શોર્ટ કોડ નંબર પર ફોન કરીને વિવિધ નાગરિક સેવાઓ સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે.

મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in, RMC Citizen Mobile App તેમજ WhatsApp Chat-Bot મારફતે પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ મહાનગરપાલિકાના કુલ ૪૩ વિભાગો સંબંધિત ફરિયાદો નોંધાવી શકાય છે.

ફરિયાદ નોંધાયા બાદ તેની માહિતી સોફ્ટવેર મારફતે સંબંધિત વિભાગને તાત્કાલિક મોકલવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેના કારણે ફરિયાદોના સમયબદ્ધ નિરાકરણમાં કાર્યક્ષમતા વધે છે.

વરસાદી મોસમ દરમિયાન ડ્રેનેજ ઉભરાવા અને પાણી ભરાવાની ફરિયાદોમાં વધારો થતો હોવાથી મહાનગરપાલિકાએ ડ્રેનેજ વિભાગના વોર્ડવાઈઝ સંપર્ક નંબર જાહેર કર્યા છે. નાગરિકો કોલ સેન્ટર ઉપરાંત સીધા સંબંધિત વિભાગનો સંપર્ક કરીને પણ ફરિયાદ નોંધાવી શકશે.

તમારી ફરિયાદ આ નંબર પર કરો

ડ્રેનેજ વિભાગ – વોર્ડવાઈઝ સંપર્ક નંબર

વોર્ડ / ઝોન ફોન નંબર વોર્ડ / ઝોન ફોન નંબર
1 (WZ) 94262 27521 11 અને 12 મવડી (WZ) 9624704781
2 (CZ) 0281 2471627 12 (WZ) વાવડી માટે 7874802837
3 (CZ) 0281 2441627 13 (CZ) 8485915301
4 (EZ) 94284 61097 14 (CZ) 91060 14143
5 (EZ) 91577 30099 15 (EZ) 7096330447
6 (EZ) 94089 86582 16 (EZ) 8735871180
7 (CZ) 0281 2234716 17 (CZ) 9512404180
8 અને 10 (WZ)

0281 2454715

63540 82947

18 (EZ) 9712901180
9 (WZ) 0281 2587521    
  • Website: rmc.gov.in

  • સિટી બસ પૂછપરછ: 70960 88188

ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

વરસાદ, વાવાઝોડા, ઘરમાં પાણી ભરાવા, મકાન જોખમી બનવા જેવી પરિસ્થિતિઓમાં મદદ માટે ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો છે.

વરસાદ અને વાવાઝોડા દરમિયાન ઘરમાં પાણી ભરાય કે મકાન પડે તેમ હોય ત્યારે કે અન્ય ઈમરજન્સી માટે ફ્લડ કંટ્રોલ રૂમના નંબર

  • 02812225707

  • 02812228741

ફાયર બ્રિગેડ: 101-102 એમ્બ્યુલન્સ: 108