ઈમીટેશનનું કામ આપવાના બહાને પરીચય કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ
» ન્યુડ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર હવસનો શિકાર બનાવી » તારી પત્નીને છુટાછેડા આપી દેજે કહી મહિલાના પતિને ધમકી આપી : ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં કોઠારીયા રોડ પર રહેતી મહિલાને ઈમીટેશનના કામના બહાને પરીચય કેળવી અવાર નવાર ફોનમાં વાતો કરી ઘેર બોલાવી ન્યુડ ફોટા પાડી ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તારી પત્નીને છુટાછેડા આપી દેજે કહી ધમકી આપ્યાની ફરીયાદ કરતા આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
રાજકોટ શહેરમાં રહેતી મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં રિંકલભાઈ આબલીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, પરિણીતા ઘર ખર્ચમાં મદદરૂપ થવા માટે ઘરે બેઠા ઈમિટેશનનું કામ કરતી હતી. આ દરમિયાન રિંકલભાઈએ તેણીના ઘરે આવીને ઈમિટેશનનું કામ આપવાનું શરૂ કર્યું હતું. કામની લેવડ-દેવડ દરમિયાન આરોપીએ મહિલાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને અવારનવાર વોટ્સએપ કોલ કરીને વાતો કરી નિકટતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો. એકાદ વર્ષ પૂર્વે રિંકલભાઈએ
પરિણીતાને કામ આપવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં ઘરમાં કોઈ હાજર ન હોવાથી આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ પરિણીતાના નગ્ન અવસ્થાના ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની, ઘર તોડાવી નાખવાની અને પતિ તથા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ અલગ-અલગ સમયે સાતથી આઠ વખત પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા સતત બ્લેકમેઈલિંગ અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીનેઆખરે પરિણીતાએ પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. પતિ અને પરિવારના સભ્યોએ હિંમત આપતા પરિણીતાએ આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.