નાના ભાઈનું ભાભી સાથે અફેર; મોટાભાઈ ભાઈને જીવતો પતાવી દીધો
સીટી ન્યૂઝ@યુપી
UPના આગ્રમાં ગેરકાયદેસર સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નાના ભાઈએ પોતાની ભાભી સાથે મળીને પોતાના જ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં, હત્યા કર્યા બાદ લાશને ખેતરમાં લઈ જઈને ફેંકી દીધી હતી. લાશ મળી આવ્યા બાદ તપાસમાં જોતરાયેલી પોલીસે સમગ્ર મામલાનો ખુલાસો ૨૪ કલાકની અંદર જ કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ, બુધવારે સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરામાં ખેતરના કિનારે એક લાશ પડી હોવાની માહિતી મળી હતી. લાશ પર ઈજાના નિશાન હતા. આશંકા હતી કે હત્યા કર્યા બાદ લાશને ત્યાં ફેંકવામાં આવી છે. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી અને ડીસીપી સીટીએ ખુલાસા માટે પ ટીમોની રચના કરી હતી. તપાસમાં મૃતકની ઓળખ ૩૨ વર્ષના સોલુ તરીકે થઈ હતી, પરંતુ પોલીસને જ્યારે હકીકતની ખબર પડી ત્યારે તે પણ દંગ રહી ગઈ હતી. મૃતક સોલુના લગ્ન ૩ મહિના પહેલાં જ થયા હતા, પરિવારમાં સોલુની સાથે તેનો નાનો ભાઈ બોલા પણ રહેતો હતો. લગ્ન પછી બોલાએ તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધો બાંધ્યા હતા. આ વાતની જાણ જ્યારે સોલુને થઈ ત્યારે તેણે વિરોધ કર્યો હતો. જેના કારણે સોલુની પત્ની અને તેના નાના ભાઈએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
બંનેએ મળીને પહેલાં તો સોલુની હત્યા કરી અને પછી લાશને પત્ની નજીક જ ખેતરમાં ફેંકી દીધી હતી. આ પછી બંને આરોપીઓ પહેલાં તો પોલીસને ગેરમાર્ગે દોરતા રહ્યા, પરંતુ જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે બંનેએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી બોલા અને સોલુની પત્નીએ જણાવ્યું કે સોલુને ગેરકાયદેસર સંબંધોની જાણ થઈ ગઈ હતી. આવા સંજોગોમાં તે વિરોધ કરી રહ્યો હતો, જેના કારણે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ બંને લાશને ફેંકીને ફરાર થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાનો પોલીસે ખુલાસો કરી દીધો છે અને આરોપી બોલા સહિત મૃતક સોલુની પત્નીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.