Loading Please Wait !!!
દિલ્હીની યુવતી રૂ.20નું વડાપાઉં ખાવા મુંબઈ આવી 15000 ખર્ચો કર્યો

  • ફ્લાઈટ પકડી મુંબઈના વડાપાઉંનો ટેસ્ટ લેવા આવી

સિટી ન્યૂઝ@મુંબઈ

શુંતમે ક્યારેય માત્ર ૨૦ રૂપિયાની વાનગી ખાવા માટે અન્ય શહેરમાં વિમાન પકડીને ગયા છો? દિલ્હીની એક કન્ટેન્ટ-કીએટરનો દાવો છે કે તેણે અસલ મુંબઈયા વડાપાઉં ખાવાની ઘેલામાં કંઈક એવું કરી બતાવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થવા લોકો જાતજાતના પ્રૅન્ક કરતા હોય છે એ રીતે આ છોકરી ગપગોળા હાંકતી હોઈ શકે છે, પણ જો તે સાચી હોય તો તેણે મુંબઈના વડાપાઉં ખાવા શું કર્યું એ જાણી લઈએ. WittySpace નામથી

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચલાવતી આ ફૂડ-બ્લૉગરે જણાવ્યું કે તે દિલ્હીમાં વડાપાઉં ખાઈ રહી હતી ત્યારે તેને મનમાં વિચાર આવ્યો કે ‘આ પણ કોઈ વડાપાઉં છે? અસલી વડાપાઉં તો સપનાં ફ્રી નગરી મુંબઈમાં જ મળે.’ બસ, પછી શું?

તેણે તરત બેગ પેક કરી અને મુંબઈની પ્લેનની ટિકિટ બુક કરી લીધી. દિલ્હીથી મુંબઈ માટે ૫૦૦૦ રૂપિયાની ફ્લાઈટ બુક કરી. એરપોર્ટ પર ૧૬૫ રૂપિયાની ચા પીધી અને ૫૦ રૂપિયાવાળાં નૂડલ્સ ૩૦0 રૂપિયામાં આરોગ્યાં. મુંબઈ પહોંચીને ૪૦૦૦ રૂપિયાના ભાડાની હોટલમાં રાત રોકાઈ. બીજા દિવસે ઓનલાઈન મગાવવાને બદલે તે પોતે મુંબઈની ગલીઓમાં ઘૂમી અને આખરે ૨૦ રૂપિયામાં મળતું અસલી રોડસાઈડ વડાપાઉં જોણી કાઢ્યું. ફ્લાઈટ, હોટલ અને ખાવા-પીવાની ખર્ચ ગણીને

ફૂડ-બ્લૉગરને આ પાણી-પીણીની યાત્રા પૂરા ૧૫,૦૦ રૂપિયામાં પડી. પોતાના વિડિયોમાં તેણે કહ્યું કે પહેલી બાઈટ લેતાં જ મને લાગ્યું કે આટલા પૈસા ખર્ચીને મુંબઈ આવવાનો નિર્ણય બિલકુલ સાચો હતો, આ જ અસલી મુંબઈની શાન છે.