Loading Please Wait !!!
ટ્રક-પિકઅપ વાનનો અકસ્માત; 4નાં મોત

  • મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની ઘટના
  • રાયપુરથી નાગપુર જઈ રહ્યા હતા મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે ટ્રક અને એસયુવી વચ્ચે થયેલી ટક્કરમાં ૩ બાળકો સહિત ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે લગભગ ૪ વાગ્યે નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર

પિંપળગાંવ રોડ પાસે થયો હતો. તમામ લોકો છત્તીસગઢના રાયપુરથી નેશનલ હાઈવે-૫૩ના રસ્તે નાગપુર જઈ રહ્યા હતા. ટ્રકમાં ફસાયેલી કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી. આ પહેલા ગુરુવારે નાંદेड જિલ્લામાં નાંદેડ-

ભોકર રોડ પર એક વાન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હતા, જ્યારે ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સાંજે લગભગ ૭ વાગ્યે સીતાખંડી ઘાટ પાસે થયો હતો. ટાટા મેજિક વાન નાંદેડથી ભોકર તરફ જઈ રહી

હતી, ત્યારે સામેથી આવતા ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને વાનમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા.