મને કોઈ શારીરિક સંબંધની ઈચ્છા નથી: આકાંક્ષા ચામોલા
ટીવી અભિનેત્રીનો ખુલાસો
સિટી ન્યૂઝ@મુંબઈ
ટીવી અભિનેતા ગૌરવ ખન્ના અને તેમની પત્ની આકાંક્ષા ચામોલાના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. રિયાલિટી શો ‘લોક અપ: સચ યા સજા’માં આકાંક્ષાએ પોતાના છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ તેઓ પોતાના અંગત જીવનને લઈને સતત નવા ખુલાસા કરી રહ્યા છે. થોડા સમય પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ ફરી લગ્ન નહીં કરે, જ્યારે હવે તેમણે પોતાની સેક્સ્યુઆલિટી વિશે એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સૌનું ધ્યાન તેમની તરફ ગયું છે.
શો દરમિયાન આકાંક્ષાએ પોતાના સહ-સ્પર્ધક સાથે વાતચીત દરમિયાન પોતાના મનની સ્થિતિ વિશે ખુલાસો કર્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં ફરી લગ્ન વિશે વિચારશે કે પછી આખી જિંદગી સિંગલ રહેશે, ત્યારે તેમણે કહ્યું કે હવે તેમના મનમાં એક ડર બેસી ગયો છે.
આગળ વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું સમયની સાથે કોઈ વ્યક્તિની સેક્સ્યુઆલિટી પણ બદલાઈ શકે? તેના જવાબમાં આકાંક્ષાએ કહ્યું કે, ‘હા, વ્યક્તિની સેક્સ્યુઆલિટી બદલાઈ શકે છે. તે આ વાત પર નિર્ભર કરે છે કે જીવનના કયા તબક્કામાંથી તમે પસાર થઈ રહ્યા છો.
‘હાલમાં મને કોઈપણ પ્રકારના શારીરિક સંબંધની ઈચ્છા નથી’ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં આકાંક્ષાએ જણાવ્યું કે હાલ તેઓ છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને આ સમયે તેમને કોઈપણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા નથી.
તેમણે કહ્યું, ‘મને હાલમાં ન તો કોઈ મહિલા સાથે અને ન કોઈ પુરુષ સાથે આવા પ્રકારનો સંબંધ રાખવો છે. હું જીવનના એક અલગ જ તબક્કામાંથી પસાર થઈ રહી છું અને હું પોતાને હાલમાં ‘એસેક્સ્યુઅલ’ અનુભવું છું.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાર્ટનર ન હોવાને કારણે વ્યક્તિ એસેક્સ્યુઅલ બની જાય છે, ત્યારે આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું કે તેમને માટે તેનો અર્થ એ છે કે હાલમાં તેમના મનમાં શારીરિક સંબંધ બનાવવાની કોઈ ઈચ્છા જ રહી નથી.
ઉલ્લેખનીય છે કે આકાંક્ષા ચામોલાએ ‘લોક અપ: સચ યા સજા’ના પ્રીમિયર એપિસોડમાં જ ખુલાસો કર્યો હતો કે તેઓ અને ગૌરવ ખન્ના પરસ્પર સહમતીથી છૂટાછેડા લઈ રહ્યા છે. બંને લગભગ એક વર્ષથી અલગ રહેતા હતા.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બંને વચ્ચે કોઈ કડવાશ કે નફરત નથી. બંને માત્ર એટલા માટે અલગ થવાનો નિર્ણય લીધો છે કે તેમને લાગ્યું કે તેઓ એકબીજા માટે યોગ્ય જીવનસાથી નથી અને ભવિષ્યે બંનેની વિચારસરણી અલગ છે.