આનંદીબેન પટેલની વાતને કંગનાનું સમર્થન
આનંદીબેને કહ્યું હતું ભોજન કરાવવું અને સંભાળ રાખવી મહિલાઓનો સ્વભાવ છે
એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે મહિલાઓને રસોઈ શીખવાની સલાહ આપી હતી. આનંદીબેને કહ્યું હતું કે, ‘મહિલાઓ ભલે શિક્ષક બને કે IAS ઓફિસર, તેમને પોતાના પરિવાર માટે ભોજન બનાવતા આવડવું જોઈએ’. આના પર કંગનાએ પોતાના બાળપણનું ઉદાહરણ આપતા કહ્યું છે, ‘ભોજન કરાવવું અને સંભાળ રાખવી એ મહિલાઓનો સાચો સ્વભાવ છે.’ રાજયપાલના આ નિવેદનનું સમર્થન કર્યા પછી કંગના રનૌતે સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. બાળપણમાં ચૂલો બનાવીને રમતી હતી કંગનાએ કંગના રનૌતે સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર તેની જૂની યાદો શેર કરી છે. તેણે લખ્યું કે, ‘જ્યારે અમે નાના હતા, ત્યારે મારો ભાઈ ફૂટબોલ અને ક્રિકેટ રમતો હતો. પણ હું ખૂબ ધ્યાનથી ઢીંગલીઓના ઘર બનાવતી હતી, તેમના કપડાં સીવતી હતી અને તેમના માટે ભોજન બનાવતી હતી. આ જોઈને ઘરના બધા લોકો ખુશ થતા હતા.