Loading Please Wait !!!
બંગાળમાં 9મે ઐતિહાસિક દિવસ

  • નવી સરકારના શપથ, ટાગોરની 165મી જન્મ જયંતિ


સિટી ન્યૂઝ@નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સોમવારે જાહેર થયા. બંગાળના ઇતિહાસમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે.આ જ દિવસે રવિન્દ્રનાથ ટાગોરની 165મી જયંતિ છે. બંગાળી કેલેન્ડર મુજબ, આ તારીખ 25મી વૈશાખના રોજ આવે છે, જે સામાન્ય રીતે મે મહિનાના બીજા અઠવાડિયામાં આવે છે. શપથ ગ્રહણ સમારોહમાં કોણ હાજરી આપશે અને કોણ મુખ્યમંત્રી બનશે તેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ તરફ, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને રાજીનામું આપી દીધું છે. વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી DMK 59 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.આ દરમિયાન, ભાજપના સુવેન્દુ અધિકારી આજે સાંજે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચશે, જ્યાં તેઓ પાર્ટીના સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે.તમિલનાડુમાં સૌથી મોટો ઉલટફેર થયો, અહીં 2 વર્ષ જૂની અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે, ટીવીકે બહુમતીના આંકડાથી પાછળ છે. અહીં પુડુચેરીમાં એનડીએની જ સરકાર સત્તામાં રહેશે. ચેન્નઈ ખાતે ટીવીકેની ઓફિસ બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે, પાર્ટી થિરુપ્પાથુરથી ટીવીકેના ઉમેદવાર કે. શ્રીનિવાસ સેતુપતિએ ડીએમકેના ઉમેદવાર પેરિયાકરુપ્પનને એક મતથી હરાવ્યા છે.