Loading Please Wait !!!
અમેરિકાના મોન્ટાનામાં પરિવારના 8 લોકોની હત્યા

  • આરોપીએ બધાને ગોળી મારી
  • પોતાને પણ ગોળી મારી દીધી

સિટી ન્યૂઝ@મોન્ટાના

અમેરિકાના મોન્ટાનાના બિલિંગ્સ શહેરમાં રવિવારે સાંજે એક પરિવારના ૮ લોકોની હત્યા કરી દેવામાં આવી. ઘટના ત્યારે બની જ્યારે પરિવારના લોકો એકસાથે ડિનર કરી રહ્યા હતા. આરોપીએ બધાને ગોળી માર્યા પછી ઘરમાં આગ લગાડી દીધી. પછી પોતાને પણ ગોળી મારી દીધી. આરોપી સિવાય મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારની ચાર પેઢીના હતા. તેમાં ૪ બાળકો પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને રવિવારે સાંજે લગભગ ૬ વાગ્યે ઘરમાંથી ગોળીબાર થયાની માહિતી મળી હતી. પોલીસ પહોંચી ત્યારે ઘરની પાછળથી ગોળીઓનો અવાજ આવી રહ્યા હતા. ઘરની બહાર એક વ્યક્તિ ઘાયલ મળ્યો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.