Loading Please Wait !!!
એટલાન્ટિક મહાસાગરમાં ચુપચાપ સર્જાઈ રહી છે ભયાનક તબાહી, સેટેલાઈટનો ખુલાસો

  • AMOC નો પ્રવાહ ધીમો પડતા સમગ્ર દુનિયાના હવામાન ચક્ર પર મોટું જોખમ
  • અલ નીનો કરતા પણ મોટું જોખમ, આખી પૃથ્વીનું હવામાન ચક્ર ખોરવાઈ શકે છે
  • એટલાન્ટિક મેરિડિયોનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન ધીમું પડતા પૃથ્વી પર મોટા વિનાશની આશંકા

સિટી ન્યુઝ @ ગ્લોબલ ડેસ્ક

હાલમાં સમગ્ર દુનિયા અને નિષ્ણાતો માત્ર અલ નીનો અને ક્લાઈમેટ ચેન્જથી ઊભી થનારી સમસ્યાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે એક મોટી તબાહી બિલ્લી પગે આગળ વધી રહી છે. સમુદ્રના ઊંડાણમાં એક એવું ભયાનક જોખમ ચૂપચાપ આકાર લઈ રહ્યું છે જેની મોટાભાગના લોકોને કોઈ જ કલ્પના નથી. સેટેલાઈટ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં અત્યંત ડરામણી હલચલ પકડી પાડવામાં આવી છે, જે પૃથ્વીનું હવામાન ચક્ર સંપૂર્ણપણે પલટી શકે છે.

અહીં જે વિનાશક જોખમની વાત થઈ રહી છે તે એટલાન્ટિક મેરિડિયોનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન (AMOC) છે. આ એટલાન્ટિંક મહાસાગરના ઊંડાણમાં વહેતા પાણીના એક અત્યંત વિશાળ અને શક્તિશાળી પ્રવાહની જટિલ સિસ્ટમ છે. સેટેલાઈટ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ AMOC નો કરન્ટ અત્યંત ઝડપથી નબળો પડી રહ્યો છે. આ સિસ્ટમ એટલી શાંતિથી અને સમુદ્રના ઊંડાણમાં કામ કરે છે કે આધુનિક મીડિયા અને સામાન્ય લોકોની નજરમાંથી તે અત્યાર સુધી બિલકુલ બહાર રહી ગઈ હતી.

અલ નીનોના કારણે પહેલેથી જ ચોમાસું નબળું પડ્યું છે અને ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે. પરંતુ જો AMOC નો પ્રવાહ આ જ રીતે નબળો પડતો જશે તો તેની વૈશ્વિક અસરો અત્યંત વિનાશક હશે. આ મહાસાગરનો કરન્ટ દુનિયાભરના તાપમાન અને વરસાદને સંતુલિત રાખવાનું મુખ્ય કામ કરે છે. તેના ખોરવાવાથી ગ્લોબલ વોર્મિંગની અસરો અનેકગણી વધી જશે અને દુનિયાભરમાં અકલ્પનીય આબોહવાકીય આપત્તિઓ સર્જાશે.

ગ્લોબલ વોર્મિંગ અને મહાસાગરોના તાપમાનમાં થઈ રહેલો અત્યંત ચિંતાજનક વધારો

માનવીય પ્રવૃત્તિઓ અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળી રહ્યો છે, જેનું મીઠું પાણી સમુદ્રમાં ભળતા જળપ્રવાહની ઘનતા ઘટે છે. આ પરિસ્થિતિ મહાસાગરોના સંતુલનને ખોરવી રહી છે, જેના પરિણામે ભવિષ્યમાં આખી જીવસૃષ્ટિ માટે અસ્તિત્વ ટકાવી રાખવું અત્યંત મુશ્કેલ બની શકે છે અને પર્યાવરણને કાયમી નુકસાન થશે.

Amoc શું છે અને ધરતીનું એન્જિન કેમ ગણાય છે? 

  • એટલાન્ટિક મહાસાગરની અંદર પાણીનું એક વિશાળ રીસર્ક્યુલેશન સિસ્ટમ કામ છે જેને Amoc કહેવામાં આવે છે. 
  • આ સિસ્ટમ ઉષ્ણકટિબંધીય વિસ્તારો (Tropics)ની ગરમીને ઉપર ગ્રીનલેન્ડ અને ઉત્તરી યુરોપ તરફ લઈ જાય છે. 
  • અહીં જઈને તે પાણી ઠંડુ અને ભારે થઈ જાય છે. પછી લગભગ 5000 મીટરના ઊંડાણમાં બેસીને પાછું દક્ષિણ તરફ પાછું ફરે છે.  આ પ્રક્રિયા સદીઓથી ધરતીના તાપમાન અને ખારાશને સંતુલન રાખવાનું કામ કરે છે. 

સમુદ્રની લાઈફલાઈન કેમ નબળી પડી છે

  • વૈજ્ઞાનિક સંશોધનોથી જાણવા મળ્યું છે કે આ વિશાળ સમુદ્રી કરન્ટ હવે ધીરે ધીરે નબળો પડી રહ્યો છે. 
  • જો  આ સર્ક્યુલેશન સંપૂર્ણ રીતે અટકી ગયું કે વધુ પડતું ધીમું થઈ ગયું તો તેના પરિણામ ખુબ ભયાનક આવી શકે છે. તેના કારણે ઉત્તરી યુરોપમાં ઠંડીના તાપમાનમાં ભારે ઘટાડો આવી શકે છે અને તે માઈનસ 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
  • આ સાથે ઉષ્ણકટિબંધીય ચોમાસું રસ્તો બદલી શકે છે અને અમેરકી પૂર્વી તટ પર સમુદ્રનું જળસ્તર અચાનક વધી શકે છે. 

આવડું મોટું જોખમ કેમ અનુભવે છે ઈમેજ પ્રોબ્લેમ?
આટલી મોટી ચેતવણી બાદ પણ આ મુદ્દો અખબારો કે ટીવી ન્યૂઝની હેડલાઈન બની શકતો નથી જેનું સૌથી મોટું કારણ એ છે કે આ સંકટનો કોઈ વિઝ્યુઅલ ચહેરો નથી. 
આધુનિક પત્રકારત્વ મુખ્ય રીતે એવી તસવીરો પર નિર્ભર કરે છે જે સીધીસટ જોઈ શકાય જેમ કે વાવાઝોડું અને પુર. 
પરંતુ Amoc સમુદ્રના હજારો મીટર નીચે બિલકુલ ચૂપચાપ વહે છે. 
કેમેરાની મદદથી તેની કોઈ એવી ડરામણી તસવીર ખેંચી શકાતી નથી જે લોકોનું ધ્યાન ખેંચી શકે. 

કચરાનો ઢગલો અને અદ્રશ્ય સંકટનો ખેલ
આ સમસ્યાને આપણે ગ્રેટ પેસિફિક ગારબેજ પેચના ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. લોકો તેને સમુદ્રમાં તરતા પ્લાસ્ટિકના એક મોટા ટાપુ તરીકે જોવે છે કારણ કે મીડિયામાં નેટ અને  બોટલોની તસવીર દેખાડવામાં આવે છે. જ્યારે અસલમાં તે લાખો વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું માઈક્રોપ્લાસ્ટિકનું એક અદ્રશ્ય સૂપ છે. બરાબર એજ રીતે Amoc પાસે કોઈ વિઝ્યુઅલ ન હોવાથી નાસા અને અન્ય હવામાન એજન્સીઓ ફક્ત લાલ અને વાદળી તીરોવાળા ગ્રાફિક્સનો ઉપયોગ કરી શકે છે. જે સામાન્ય જનતાને સીધું પ્રભાવિત કરતું નથી. 

જ્યારે જટિલ અને ન દેખાતી સિસ્ટમ સમાચારમાંઆવે છે ત્યારે અનેકવાર નાટકિય વિજ્યુઅલ્સ કહાનીના મૂળ સંદેશને જ પાછળ રાખી દે છે. અંતરીક્ષમાં સેટેલાઈટ્સના બળવાથી લઈને ઊંડા સમુદ્રની હલચલ સુધી, પર્યાવરણની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ માણસની સમજ અને જોવાની ક્ષમતાથી અલગ કામ કરે છે. ક્લાઈમેટ જર્નાલિઝમ આજે ફક્ત એવી ઘટનાઓને મહતવ આપે છે જે તરત દેખાય છે અને મહેસૂસ થાય છે. આવામાં Amoc જેવી ગંભીર સિસ્ટમ એ  યાદ અપાવે છે કે જે ચીજો આપણને દેખાતી નથી અસલમાં તેનામાં દુનિયાને તબાહ કરવાનો સૌથી વધુ દમ હોય છે. 

અત્રે જણાવવાનું કે આ રિપોર્ટ ડરહમ યુનિવર્સિટીના ઈન્સ્ટીટ્યૂટ ફોર કમ્પ્યુટેશનલ કોસ્મોલોજીના સેન્ટર ફોર એકસ્ટ્રાગેલેક્ટિક એસ્ટ્રોનોમીના વિઝિટિંગ રિસર્ચ ફેલો ફિયોના થોમસન દ્વારા તૈયાર કરાયો છે. આ આર્ટિક મૂળ તો પ્રસિદ્ધ એકેડેમિક અને રિસર્ચ પબ્લિકેશન 'The Conversation' માં પબ્લિશ કરાયો છે.