Loading Please Wait !!!
રિયલ એસ્ટેટમાં અદાણીનું રાજ

અદાણી પ્રોપર્ટીની વેલ્યુ 38000 કરોડ વધી, DLFને પાછળ છોડી

હુરુન રિયલ એસ્ટેટ રિચ લિસ્ટમાં ગૌતમ અદાણી નં.1

સિટી ન્યૂઝ | નવી દિલ્હી

ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વર્ષ ૨૦૨૬માં મોટો ઉલટફેર થયો છે. હુરુન-હુરુન ઈન્ડિયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટમાં ગૌતમ અદાણી અને તેમનો પરિવાર પ્રથમ વખત નંબર-૧ પોઝિશન પર પહોંચી ગયો છે. અદાણી પ્રોપર્ટીની વેલ્યુમાં આ વર્ષે ૩૮,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સાથે જ તેમણે આ મામલે ડીએલએફના રાજીવ સિંહને પાછળ છોડી દીધા છે. ૨૦૨૬ના હુરુન-હુરુન ઈન્ડિયા રિયલ એસ્ટેટ ૧૫૦ રિપોર્ટ અનુસાર, અદાણી પ્રોપર્ટી આ વર્ષે ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી વધુ વેલ્યુ ઉમેરનારી કંપની તરીકે ઉભરી આવી છે. વાર્ષિક ધોરણે કંપનીનું વેલ્યુએશન ૭૨.૫% વધીને ૯૦,૪૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. અમદાવાદ સ્થિત આ કંપની ચાર સ્થાનની છલાંગ લગાવીને દેશની ચોથી સૌથી વેલ્યુએબલ રિયલ એસ્ટેટ કંપની બની ગઈ છે. આ સાથે જ તે ભારતની સૌથી વેલ્યુએબલ અનલિસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર પણ બની રહી છે. મૂલ્યાંકનમાં આવેલા આ ઝડપી ઉછાળાને કારણે ગૌતમ અદાણી અને તેમનો પરિવાર હુરુન ઈન્ડિયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટમાં પ્રથમ સ્થાને આવી ગયો છે.