Loading Please Wait !!!
સોનમ વાંગચૂકની તબિયત લથડી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો!

  • 18 દિવસની ભૂખ હડતાળ બાદ હાઈકોર્ટમાં તાત્કાલિક સૂનાવણી
  • વાંગચૂક માટે 48 કલાક ક્રિટિકલ
  • 18 દિવસ સુધી સરકાર મળવા ન આવતા યુવાનોમાં રોષ : જંતર-મંતર ઉપર લોકો ઉમટી પડ્યા 20એ સંસદ ભવન તરફ કૂચનું એલાન

સિટી ન્યૂઝ | નવી દિલ્હી

દિલ્હી હાઈકોર્ટે બુધવારે એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂકની ભૂખ હડતાળને ખૂબ જ જરૂરી ગણી. કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસેથી ગુરુવાર સુધીમાં જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે આ સૂનાવણી એક જનહિત અરજી પર કરી. જેમાં વાંગચૂકને તાત્કાલિક મેડિકલ સુવિધા અને સારવાર આપવાની માંગ કરવામાં આવી છે.

વાંગચૂક NEET પેપર લીક અને પરીક્ષાઓમાં ગડબડી વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૧૮ દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમની હાલત સતત બગડતી જઈ રહી છે. ૮.૫૦ કિલો સુધી વજન ઘટી ગયું છે. સરકાર સોનમ વાંગચૂકને તાત્કાલિક ઈમરજન્સી ટ્રીટમેન્ટ, જીવનરક્ષક સારવાર અને જરૂરી પોષણ ઉપલબ્ધ કરાવે. સાથે જ સરકાર તેમના આંદોલન સંબંધિત મુદ્દાઓ પર વાતચીત પણ શરૂ કરે.

ભૂખ હડતાળ પછી સોનમ વાંગચૂકનું લગભગ ૮.૨૫ કિલો વજન ઘટ્યું છે. તેમને લો બ્લડ સુગર, ચક્કર, વધુ નબળાઈ અને સ્નાયુઓ નબળા પડવા જેવી સમસ્યાઓ થઈ રહી છે. કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે સરકાર ચૂપ રહી શકે નહીં. ભૂખ હડતાળ શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર છે, પરંતુ નાગરિકનો જીવ બચાવવો એ પણ સરકારની જવાબદારી છે. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માગને લઈને આંદોલન કરી રહેલા સોનમ વાંગચૂક ૧૭૦ દિવસ સુધી જોધપુર જેલમાં રહ્યા.

ફિલ્મ સ્ટારની ઉપવાસ તોડવા અપીલ

સ્વરા ભાસ્કર સોનમ વાંગચૂકને મળવા પહોંચી

નસીરુદ્દીન શાહ, અરુંધતી અને રૂબીના, સોની રાજદાન, શબાના આઝમીએ કહ્યું દેશને તમારી જરૂર છે

નવી દિલ્હીના જંતર-મંતર પર પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચૂક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસ જનતા પાર્ટી સાથે ચાલી રહેલા આ આંદોલનને હવે બોલિવૂડ સેલિબ્રિટીઝનું સમર્થન મળી રહ્યું છે. મંગળવારે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પ્રદર્શન સ્થળ પર પહોંચી અને સોનમ વાંગચૂક સાથે મુલાકાત કરી. જ્યારે, આલિયા ભટ્ટની માતા સોની રાજદાન, શબાના આઝમી અને રૂબીના દિલેક જેવી એક્ટ્રેસિસે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને સોનમ વાંગચૂકને પોતાના ઉપવાસ સમાપ્ત કરવા માટે ભાવુક અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, દેશને સોનમ જેવા સાચા લોકોની ખૂબ જરૂર છે.