Red Bull - Sting energy ડ્રિંક્સથી હાર્ટએટેકનું જોખમ ગુજરાતમાં પ્રતિબંધ લાગશે ?
- રાજસ્થાનમાં બેન્ડ; મહારાષ્ટ્રમાં સ્કુલ આસપાસ વેંચાણ પર રોક
- FSSAIએ કઈ એનર્જી ડ્રિંક્સ બ્રાન્ડ્સને નોટિસ આપી
સિટી ન્યૂઝ | નવી દિલ્હી
ગુજરાત સહિત દેશભરમાં યુવાનો અને બાળકોમાં એનર્જી ડ્રિંકનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. સોશિયલ મીડિયા, સ્પોર્ટ્સ અને ગ્લેમરસ જાહેરાતોને કારણે રેટિંગ, રેડ બુલ, મોન્સ્ટર જેવી બ્રાન્ડ્સ યુવાનોમાં સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. પરંતુ હવે એનર્જી ડ્રિંકને લઈને આરોગ્ય નિષ્ણાતો અને સરકારો ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે. રાજસ્થાન સરકારે તો એક પગલું આગળ વધીને Red Bull, Sting સહિત ૮ એનર્જી ડ્રિંક્સના વેચાણ, માર્કેટિંગ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલના ૫૦૦ મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આવા કડક નિયંત્રણો કે પ્રતિબંધ લાગશે કે કેમ તે અંગે ચર્ચાઓ જોર પકડ્યું છે. કાર્ડિયોલોજિસ્ટ ડો. જય સંઘવીએ જણાવ્યું છે કે, એનર્જી ડ્રિંક્સમાં રહેલા કેફીન અને સુગરનું વધુ પ્રમાણ હૃદય અને શરીરના મેટાબોલિઝમ પર ગંભીર અસર કરી શકે છે. અને હાર્ટ સંબંધિત જોખમ વધી શકે છે.
એનર્જીના નામે વધુ કેફીન અને સુગર ! FSSAIએ પણ કેટલાક ઉત્પાદકોને ભ્રામક માર્કેટિંગ અને તથ્ય વગરના દાવાઓ અંગે નોટિસ પાઠવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના એનર્જી ડ્રિંક્સમાં કેફીન, સુગર અને ટૌરિન જેવા તત્વોનું પ્રમાણ ઊંચું હોય છે. આ પીણાં થોડીવાર માટે સતર્કતા અથવા ઊર્જાનો અનુભવ કરાવે છે, પરંતુ તેનું નિયમિત અને વધુ પડતું સેવન શરીર પર નકારાત્મક અસર કરી શકે છે.
શું ગુજરાતમાં પણ પ્રતિબંધની જરૂરિયાત ? રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સરકારોએ જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપીને પગલાં ભર્યાં છે. ગુજરાતમાં પણ બાળકો અને યુવાનોમાં એનર્જી ડ્રિંક્સનું વધતું સેવન ચિંતાનો વિષય બની રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ઓછાં ઊંચું સ્કૂલ અને કોલેજોની આસપાસ આવા પીણાંના વેચાણ પર નિયંત્રણ, જાગૃતિ અભિયાન અને ભ્રામક જાહેરાતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, FSSAIએ ૧ જુલાઈએ ૬ મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને નોટિસ મોકલી હતી. FSSAIની નોટિસમાં Red Bull, PepsiCoનું Adrenaline Rush Energy Drink, Reliance Consumer Productsનું Campa Energy Drink, Gold Boost, Sting Energy Drink, Hell Energy અને Coca-Cola સાથે જોડાયેલ Monster Energy જેવા મોટા નામ છે. નોટિસમાં જણાવાયું હતું કે, કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને યોગ્ય રીતે રજૂ નથી કરી રહી અને જાહેરાતોમાં એવા દાવા કરી રહી છે કે, જેનાથી ગ્રાહકોમાં ગેરસમાજ ઊભી થઈ શકે છે. રાજસ્થાનની ભજનલાલ સરકારે રાજ્યના ૨૫થી વધુ શહેરોમાં દરોડા પાડી ૫ લાખથી વધુ એનર્જી ડ્રિંક્સની બોટલો જપ્ત કરી છે. ફૂડ સેફ્ટી અને ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં સામે આવ્યું કે, કેટલીક કંપનીઓ તેમના ઉત્પાદનોને શરીરને "રિચાર્જ" કરતી અથવા "તાત્કાલિક ઊર્જા આપતી" હોવાનું દર્શાવી રહી હતી, જે FSSAIના નિયમો મુજબ ભ્રામક દવાની શ્રેણીમાં આવી શકે છે. સરકાર દ્વારા Sting, Red Bull, Hell Energy, Campa Energy, Monster Energy, After Shock, Tropicana Energy અને Adrenaline Rushના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.