રાજકોટમાં મિલકત વિવાદમાં બે સગા ભાઈની હત્યા
લોહીના સંબંધો લજવાયા | પૈસાની ભાગ બટાઈમાં કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી
-
મિલકતમાં ભાગ કેમ નથી આપતા કહી કૌટુંબિક ભાઈ પરિવારના જ ત્રણ સભ્યો ઉપર છરી વડે તૂટી પડ્યો
-
શહેરના રૈયા એક્સચેંજ વિસ્તારમાં રાતે ભરવાડ પરિવારમાં ખેલાયો લોહીયાળ જંગ
-
સુરેશ ધોળકિયાનો પુત્ર લાખાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- સુરેશ ધોળકિયા અને રાજેશ ધોળકિયાનું મોત નીપજ્યું હતું
હત્યા કરનાર હાર્દિક ધોળકિયાને પણ ગંભીર ઈજા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતા ભરવાડ યુવાન રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયાના ઘરે વૈશાલીનગર માંથી તેનો કૌટુંબિક ભત્રીજો હાર્દિક ધુલાભાઈ ધોળકિયા આવી ગાળા ગાળી કરતો હતો. રાજેશભાઈએ ફોન કરી રૈયાધાર બંસીધર પાર્કમાંથી પોતાના મોટા ભાઈ સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને ભત્રીજા લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયાને બોલાવતા આ ત્રણેયએ સાથે મળી તેમજ બીજા સગાએ હાર્દિકને ગાળો નહિ બોલવા અને માથાકુટ નહિ કરવા સમજાવતા હાર્દિકે એકાએકથી છરી કાઢી સુરેશભાઈ પર તૂટી પડ્યો અને છાતીમાં એક ઘા મારતાં તે ઢળી પડ્યા હતા. બાદમાં રાજેશભાઈ અને લાખાભાઈએ પણ ઈજા પહોંચાડી હતી. વળતા હુમલામાં હાર્દિક પણ ઘાયલ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં સુરેશભાઈનો મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં દ્રશ્ય સર્જાયો હતો. તેના ભાઈ રાજેશભાઈ ગંભીર હાલતમાં દાખલ હતાં તેમનું પણ સવારે મૃત્યુ થતાં ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી. સાથે પસે હાર્દિક પણ ગંભીર ઈજાઓ સાથે સારવારમાં છે. હત્યાના બનાવમાં પોલીસે રૈયાધાર બંસીધર પાર્ક શેરી નં. ૭ પાસેથી ટાંકા પાછળ રહેતાં લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા (ઉ.વ. ૨૪) ની ફરિયાદ પરથી હાર્દિક ધુલાભાઈ ધોળકિયા સામે ગુનો નોંધ્યો છે.
લાખાભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવારમાં મારા પિતા સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા (ઉ.વ. ૫૫), માતા લીલુબેન, મારા પત્નિ ભૂમિબેન અને ભાઈ વિજયભાઈ સાથે રહું છું અને કુલાવડ રોડ પર શિવ શક્તિ આટાની ચક્કી ચલાવી ગુજરાન ચલાવું છું. રાત્રે એકાદ વાગ્યે હું અને મારા પિતા સુરેશભાઈ ઘરે હતાં ત્યારે મારા કાકા રાજેશભાઈ ધોળકિયાનો ફોન મારા પિતાના ફોનમાં આવ્યો અને કહ્યું હતું કે આપણો કૌટુંબિક ભત્રીજો-સંબંધી હાર્દિક ધોળકિયા મારા ઘર પાસે આવી ગાલાગાળી કરે છે તમ ઝડપથી આવો. આથી હું અને મારા પિતા સુરેશભાઈ તુરત જ અમારી હુન્ડાઈ કારમાં મારા કાકા રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા કે જેઓ રૈયા ટેલિફોન એક્સચેંજ પાછળ સોમનાથ-૨ શેરી નં. ૪ના ખૂણે રાધીકા ડેરી સામેના રોડ પર રહે છે તેમની ઘરે ગયા હતાં. અમે ત્યાં પહોંચ્યા ત્યારે મારા કાકા રાજેશભાઈ, હનુભાઈ નાજભાઈ, શીવાભાઈ નથુભાઈ ડૉડા હાજર હતાં. સામે હાર્દિક ઉભો હતો અને ગાળો બોલતો હતો.
જેથી મારા હનુભાએ તેને સમજાવવા માટે તેની નજીક જતાં તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને વધુ ગાળો દેવા માંડ્યો હતો. આથી મેં અને મારા કાકા રાજેશભાઈ અમે ત્રણેય ઘર આગળ પડેલ લોખંડના પાઈપ લઈ લીધા હતાં. આ પછી પણ હું, મારા પિતા સુરેશભાઈ અને કાકા રાજેશભાઈ એમ ત્રણેય સાથે મળીને હાર્દિકને ગાળો નહિ બોલવા સમજાવ્યો હતો અને માથાકુટ ન કરવા પણ કહ્યું હતું. આ વખતે હાર્દિક-અમારો ભાગ કેમ આપતાં નથી તેમ કહી પોતાના પડામાંથી છરી કાઢી હતી અને મારા પિતા સુરેશભાઈને છાતીના ભાગે એક જોરદાર ઘા મારી દીધો હતો જેના કારણે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતાં.