Loading Please Wait !!!
સરકારી સ્કુલના વિદ્યાર્થીઓની પ્રાણીઓથી પણ બદતર સ્થિતિ: સ્કૂલ ઠીક કરો અભિયાનમાં પર્દાફાશ

  • કોક્રોચ જનતા પાર્ટીનો કેન્દ્ર સરકાર ઉપર આરોપ
  • સરકારી શાળાઓમાં બદહાલીનો રીપોર્ટ કાર્ડ માંગ્યો CJPએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યા

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

કોક્રોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે સરકારે ૨૫મી જુલાઈએ કરેલા વાયદા પૂરા કર્યા નથી. તેના કારણે હવે વિવિધ માંગોને ધ્યાનમાં રાખીને શિક્ષક દિવસ નિમિત્તે ૫મી સપ્ટેમ્બરે દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરાશે. ઇન્ડિયા ગેથથી વિરોધ પ્રદર્શન શરૂ કરીને દિલ્હીના પોલીસ મુખ્યાલય સુધી માર્ચ કાઢવામાં આવશે.આ ગાર્યનું નેતૃત્વ નીટ પેપર લીકના પીડિત પરિવારો અને દિલ્હીના પ્રદર્શનો દરમિયાન હિંસાનો ભોગ બનેલા લોકો કરશે. સીજેપીએ દેશભરના વિદ્યાર્થી સંગઠનો અને યુવા સંગઠનોને આ ગાર્યમાં સહભાગી થવા આહ્વાન કર્યું છે. સીજેપીના સ્થાપક અભિજીત દીપકેશે દેશની સરકારી શાળાઓની બદતર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને દરેક રાજ્યના શિક્ષણ મંત્રીઓને સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને શિક્ષણની ખાલી જગ્યા, બજેટ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની જાણકારી આપવા પત્ર લખ્યો હતો. રાજ્યવાર ડેટાની માંગણી કરીને સીજેપીના સ્થાપક અભિજીત દીપકેશે કહ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાઓમાં પ્રાણીઓથી પણ બદતર સ્થિતિ છે. તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. પીવાના પાણીની માંડીને ક્લાસરૂમની સુવિધાના સંદર્ભમાં અભિજીતે સવાલો ઉઠાવ્યા હતા.
 
સીજેપીએ દેશભરમાં સ્કૂલ ઠીક કરો અભિયાન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે હવે સીજેપીએ આ માહિતી મેળવવા પત્ર લખ્યો છે. અભિજીતે કહ્યું કે સરકારી શાળાઓની તસવીરો અને વીડિયો સતત સોશિયલ મીડિયામાં સામે આવતા રહે છે. આ જોઈને ગંભીર સવાલો ખડા થાય છે. એક તરફ શાળાઓમાં બેઝ્રિક કહેવાય એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ભારે કમી છે, બીજી તરફ સરકાર મંત્રીઓના મકાનોના સમારકામ માટે છૂટા હાથે પૈસા વેરે છે. આરટીઆઈમાં મળેલી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે મંત્રીઓના મકાનોનું રિપેરિંગ કરાવવા પાછળ એક જ વર્ષમાં ૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ૨૦૧૪-૧૫માં ૨૭ કરોડનો ખર્ચ થયો હતો. તેની સામે આ ખર્ચ ત્રણ ગણો વધારે છે. છેલ્લાં ૧૨ વર્ષમાં કેન્દ્રીય મંત્રીઓના આવાસઓની મરમ્મત પાછળ કેન્દ્ર સરકાર ૫૪૭ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે.
  • કોક્રોચ પાર્ટીએ નવી નિમણૂંકો કરી સંગઠનનો વિસ્તાર કર્યો
  • CJP પાર્ટીએ બે નવા રાષ્ટ્રીય પ્રવક્તાના નામ જાહેર કર્યા
  • સિટી ન્યૂઝ@નવી દિલ્હી
કોક્રોચ જનતા પાર્ટી (CJP) એ ઘણી નવી નિમણૂંકો કરીને તેના સંગઠનનો વિસ્તાર કર્યો છે. પાર્ટીએ સૌરભ દાસ અને આશુતોષ રંકા, જેમને અગાઉ સહ-સંયોજકો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમના સ્થાને બે નવા રાષ્ટ્રીય પ્રવક્તાઓની નામ જાહેરાત કરી છે. CJP એ મંગળવારે સવારે છ નવા સંગઠન મહાસચિવોના નામની જાહેરાત કરી. રેખા શર્મા, અક્ષય શિંદે, પ્રેમ આકાશ, અનમ ઉદ્દમા અને બાલકૃષ્ણ શુકલાને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.CJP એ સુધીર સાંગવાન અને સિંહાંત ભારાજને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ સૌરભ દાસ અને આશુતોષ રંકા આ પદ પર હતા. બંનેને રાષ્ટ્રીય સહ- સંયોજકો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી આ પદ ખાલી હતું.
 
CJP ની રચના પછી, શરૂઆતમાં ફક્ત ત્રણ પ્રવક્તાઓની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦ જુલાઈના બર્ગ વિવાદ બાદ ત્રીજા પ્રવક્તા, વિજેતા દહિયાને દૂર કરવામાં આવ્યા હતા.કોક્રોચ જનતા પાર્ટીએ ઉત્તર ઝોન માટે સંકલન સમિતિમાં ઘણા સભ્યોની નિમણૂંક કરી છે. આ કમિટીમાં આદેશ પ્રધાન ગુર્જર, આઝાદ મોહિત, મોહમ્મદ ફરહાન ખાન, વિશ્વેશ કર્ણવાલ, ઉજ્જ્વલ પાંડે, પૂજા સૈની, આફતાબ સિંહ વિર્ક, અરશીદીપ સિંહ કોયર, ઝાહિદ અહમદ માલે, મહીશ અલી, શ્રેષ્ઠા સિંહ ખેરા, અજય દેશવાલ, ડૉ. વિવેક સાંગવાન, મુકેશ અરાઉન્ડ, રામકેશ અને કર્ણાટક ઓલરાઉન્ડળો સમાવેશ થાય છે.
  • કોક્રોચ જનતા પાર્ટી ફરી સરકાર સામે પડશે
  • 5 સપ્ટેમ્બરે દિલ્હી માર્ચ
  • કરેલા વાયદા હજી પૂરા ન કરતા Gen-Z વિફર્યા
  • સિટી ન્યૂઝ@નવી દિલ્હી
કોક્રોચ જનતા પાર્ટી ૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં વિરોધ માર્ચ કાઢશે. પાર્ટીનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ૨૫ જુલાઈએ યુવાનો સાથે કરેલા વાયદા પૂરા કર્યા નથી. આ જ વાયદાઓના ભરોસે જંતર-મંતરનો દેખાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. માર્ચ ઇન્ડિયા ગેથથી શરૂ થઈને દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી થશે. તેમાં એવા વિદ્યાર્થીઓના પરિવારજનો પણ સામેલ થશે, જેઓ NEET પેપર લીક થવા બાદ આત્મહત્યા કરી હતી. આ પહેલા CJPએ ૨૦ જુલાઈએ પણ જંતર-મંતરમાં સંસદ સુધી માર્ચ કાઢી હતી.સોમવારે CJPએ પોતાની વોકિંગ કમિટીની વર્ચ્યુઅલ મીટિંગ બાદ આ નિર્ણય લીધો. પાર્ટીએ કહ્યું કે સરકારે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પર નોંધાયેલા કેસ ખતમ થશે, પરંતુ એવું થયું નથી. તેમનો અમારી ધૈર્યને નબલાઈ ન સમજવી જોઈએ.
 
CJPએ NEET પેપર લીક, પરીક્ષામાં ગરબડની માંગણીઓનો લઈને ૨૦ જૂનથી જંતર-મંતર પર આંદોલન શરૂ કર્યું હતું. ૨૫ જુલાઈએ સરકાર તરફથી આશ્વાસન મળ્યા બાદ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પોતાનું આંદોલન સમાપ્ત કર્યું હતું.