Loading Please Wait !!!
રા.લો.સંઘની ચૂંટણીમાં ભાજપના જ બળવાખોરોનો વિજય; પાર્ટીના ઉમેદવાર હાર્યા

ઈનસાઈડ પોલિટિક્સ; પાંચ બેઠકોની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર વ્હિપનો અનાદર
રૈયાણી અને ધોઘુભાને હરાવવાના પ્લાનમાં હરિફો સફળ મતદારો હોવા છતાં પાર્ટી મેન્જેટ ન આપે તો બળવો જ થાય છેઃ મતદારોનો વસવસો

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રતિષ્ઠા સમાન બનેલી કુવાડવા સીટ અને માધાપર પર બળવો કરનાર ઉમેદવારો વિજય થયો હતો અને બે દિગ્ગજ નેતા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ધોઘુભાની હાર થઈ છે. આ ચૂંટણીમાં બળવાખોર ઉમેદવારો વિજયે ફરી ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલી મેન્ડેન્ટ પ્રથા સામે સવાલો ઉભા કર્યા છે.

આ ચૂંટણી આટલી રસપ્રદ અને પ્રતિષ્ઠાનો જંગ કેમ બની તે અંગે સીટી ન્યૂઝ પાસે એક્સલુઝિવ માહિતી છે. આ ચૂંટણી વિવાદોનું ઘર બની તે માટે મહત્વનો મુદ્દો પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદ અને સારા અને સક્ષમ ઉમેદવારોને બદલે મારા ઉમેદવારોને ગોઠવવાનો પ્રયાસ છે.

અત્યાર સુધી કોઈપણ સહકારી ચૂંટણી હોય તેમાં જયેશ રાદડિયાનો મત લેવામાં આવતો હોય છે પરંતુ આ ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ રાદડિયાનો મત લેવામાં આવ્યો ન હતો અને રાદડિયા જૂથને તોડી પાડવા માટે કાવદાવાઓ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા. વળી રાદડિયાના વિરોધીઓને દોડવું હતું અને ડાળ મળ્યો હોય તેમ પ્રશાંત કોટટની મદદ મળી હતી જેના કારણે પાર્ટીએ જેમની પાસે મત છે તેના રાદડિયા જૂથના ઉમેદવારોને જ કાપવાનું નક્કી કરી નાખ્યું હતું. આ વાત માત્ર ચૂંટણી પૂરતી ન હતી પરંતુ ઉમેદવારોની જીત થયાં બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પણ ખેલ પાડવા સુધીનો પ્લાન હતો પરંતુ બે દિગ્ગજ

ઉમેદવારોની હાર બાદ આ ખેલ ઉંઘો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

રાદડિયા જૂથના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કર્યા બાદ પાર્ટીએ લડવા ઇચ્છુક તમામ દાવેદારોને ફોર્મ ભરવા માટેની સૂચના આપી અને બાદમાં ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયા સહિત સહકારી વિભાગની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને સહકારી આગેવાનોને વિશ્વાસમાં લેવાની શરૂઆત કરી હતી.જેના કારણે ૧૫ પૈકી ૧૦ સીટો બિનહરીફ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદારો અંગે સંમતિ ન સધાતા આ ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણીના પરિણામો ભાજપની મેન્ડેન્ટ પ્રથા સામે સવાલો ઉભા કર્યા છે. ઇકોની ચૂંટણીથી લઈને રાજભરમાં આવતી સહકારી વિભાગની ચૂંટણીઓમાં મેન્ડેન્ટ પ્રથા સામે વિરોધ થયો છે. જે લોકો પાસે મતદાર છે તેને પદ મળતું નથી અને અન્યને પાર્ટી લડાવી ઇચ્છે છે જેથી આ સમસ્યા સર્જાય છે.

પ્રતિષ્ઠાના જંગ સમાન બનેલી બે સીટો પર મેન્ડેન્ટ વિરોધી પરિણામ આવતા જિલ્લા ભાજપ સમરામી ગયું છે અને આ અંગે ઉચ્ચા કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. પૂર્વ મંત્રી અરસવિંદ રૈયાણીએ પણ પોતાની જીત માટે મુખ્યમંત્રી સુધી લોબીંગ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેની હારને કારણે પ્રદેશ કક્ષા સુધી ફરિયાદોનો ધોધ શરૂ થયો છે. પરિણામ તો આવી ગયું છે ત્યારે હવે આ જૂથવાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને કેટલો અસર કરે છે તે જોવાનું મહત્વ પૂર્ણ રહેશે.